Get The App

રશિયા યુક્રેન ઉપર પરમાણુ હુમલો કરવાનું હતું, વડાપ્રધાન મોદીના કહેવાથી તે સંકટ ટળી ગયું

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
રશિયા યુક્રેન ઉપર પરમાણુ હુમલો કરવાનું હતું, વડાપ્રધાન મોદીના કહેવાથી તે સંકટ ટળી ગયું 1 - image


- અમેરિકી મીડિયા ભશશ જણાવે છે કે, રશિયા યુક્રેન પર એ બોમ્બ નાખવા તૈયારી કરી રહ્યું હતું પરંતુ જીર્ભં શિખર સંમેલનમાં મોદીએ પુતિનને સમજાવ્યા

વોશિંગ્ટન : રશિયા-યુક્રેન યુદ્ધ બે વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે. જંગમાં હજી સુધીમાં બંને તરફે અસંખ્ય સૈનિકો માર્યા ગયા છે. જયારે યુક્રેન તો સંપૂર્ણત: ખેદાન મેદાન થઈ ગયું છે. તેવામાં અમેરિકી મીડીયા સીએનએને ગજબનો ખુલાસો કર્યો છે કે, તે યુદ્ધમાં રશિયા પોતાના દુશ્મન-દેશ યુક્રેન ઉપર એટમ બોંબ નાખવા તૈયાર થઈ ગયું હતું. તેવે વખતે ભારત સહિત ઘણા દેશોએ તેમ ન કરવા પુતિનને સમજાવ્યા હતા. પરંતુ તે પૈકી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી વધુ મહત્વની ભૂમિકા ભજવી હતી.

સીએનએન વધુમાં જણાવે છે કે, ૨૦૨૨માં રશિયા, યુક્રેન ઉપર પરમાણુ હુમલો કરવાની પૂરી તૈયારીઓ કરી રહ્યું હતું. આથી પ્રમુખ બાયડેન અત્યંત ચિંતાગ્રસ્ત બની ગયા હતા. તેથી તેઓએ ભારત અને ચીન સહિત અન્ય દેશોના નેતાઓનો સંપર્ક સાધ્યો. તે પછી પરમાણુ યુદ્ધનો ખતરો ટળી શક્યો.

અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતીના આધારે સીએનએન જણાવે છે કે ચીન પણ પુતિનને પરમાણુ હુમલો ન કરવા સમજાવતું હતું. પરંતુ સૌથી વધુ અસર તો રશિયાના પરંપરાગત મિત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઈ-કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના ઉઝબેકિસ્તાનમાં મળેલા શિખર સંમેલન સમયે પ્રમુખ પુતિનને સમજાવ્યા હતા કે, આ યુગ યુદ્ધનો યુગ જ નથી. જે કોઈ મતભેદો હોય, તે પારસ્પરિક મંત્રણાઓ દ્વારા તેમજ રાજદ્વારી ગતિવિધિ દ્વારા ઉકેલવા જોઈએ.

ભારતે આ જ વાત જી-૨૦ની શિખર પરિષદ સમયે પણ કરી હતી.

ટુંકમાં નરેન્દ્ર મોદીની સમજાવટથી પરમાણુ યુદ્ધ થતું થંભી ગયું. નહીં તો વિશ્વ એટમ બોંબની અગન જ્વાળાઓમાં જ લપેટાઈ જાત. કારણ કે જો યુક્રેન એ બોંબ વાપરે તો યુએસ સહિત પશ્ચિમના દેશો પણ એ બોંબ વાપરે જ. વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધની જ્વાળાઓમાં લપેટાઈ રહે.


Google NewsGoogle News