ઉઝબેકીસ્તાનમાં રશિયા મ.એશિયાનો સૌથી પહેલો ન્યૂક્લિયર પાવર પ્લાંટ સ્થાપવા માગે છે

Updated: May 29th, 2024


Google NewsGoogle News
ઉઝબેકીસ્તાનમાં રશિયા મ.એશિયાનો સૌથી પહેલો ન્યૂક્લિયર પાવર પ્લાંટ સ્થાપવા માગે છે 1 - image


- રશિયા CIS રાષ્ટ્રોમાં પગ મજબૂત કરે છે

- ઉઝબેક પ્રમુખ શૌકત મિર્ઝીયોવે સોમવારે પુતિન સાથેની મંત્રણા પછી આ જાહેરાત કરી

તાશ્કંદ : રશિયાએ ઉઝબેકીસ્તાનમાં ન્યૂક્લિયર પાવર પ્લાંટ સ્થાપવાની જાહેરાત કરી છે. આ રીતે રશિયા મધ્ય એશિયામાં માત્ર વિદ્યુત જ નહીં પરંતુ હાઈ-ટેક પ્રોડક્ટસ પણ મધ્ય એશિયામાં પસારવા માંગે છે.

નિષ્ણાતો આ પાછળ પુતિનના બે મુખ્ય હેતુઓ હોવાનું માને છે. એક તો, વિસર્જિત યુનિયન ઓફ સોવિયેત સોશ્યાલિસ્ટિક રીપબ્લિક્સ (યુ.એસ.એસ.આર)ના સંઘટક રાષ્ટ્રો સાથે મજબૂત બંધન બાંધવા અને બીજું ત્યાં ચીનનો પગપેસારો રોકવો.

ઉઝબેક પ્રમુખ શૌકત મિર્ઝીયોવે સોમવારે પ્રમુખ પુતિન સાથે આ કરારો ઉપર હસ્તાક્ષરો કર્યા હતા. આ કરારો અમલી થતાં તે રશિયાની ઊર્જા નિકાસ કરવાની શક્તિને જ નહીં દર્શાવે પરંતુ સાથે એડવાન્સડ ટેકનોલોજી પણ નિકાસ કરવાની તેની તૈયારી દર્શાવે છે.

ઉઝબેક પ્રમુખે તે કરારો પછી કહ્યું હતું કે, 'અમે રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદવામાં પણ રસ ધરાવીએ છીએ. જ્યારે પુતિને તાશ્કંદને મોસ્કોનું વ્યૂહાત્મક ભાગીદાર કહ્યું હતું' અને ઉઝબેકીસ્તાનને એક વિશ્વાસપાત્ર સાથી જણાવ્યું હતું.

તે સર્વવિદિત છે કે યુક્રેન ઉપરના રશિયાના હુમલા પછી અમેરિકા સહિત પશ્ચિમના દેશોએ રશિયાને 'અછૂત' કક્ષામાં મુકી દીધું છે. ત્યારે પુતિન મધ્ય એશિયાઈ રાષ્ટ્રો સાથે ગાઢ સંબંધો બાંધી રહ્યું છે. વાસ્તવમાં તેની નેમ વિસર્જિત સોવિયેત સંઘને જુદાં સ્વરૂપે ફરી સાકાર કરવાની છે.


Google NewsGoogle News