રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આવ્યો હાર્ટ એટેક, રૂમના ફ્લોર પર પડ્યા : રીપોર્ટ
સુરક્ષાકર્મીઓએ રાષ્ટ્રપતિ ફ્લોર પર અથડાવાનો અવાજ સંભળાતા તરત જ દોડી આવ્યા
Russian President Vladimir Putin Heart Attack: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્ય અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહેવાલ મુજબ, રવિવારે રાત્રે લગભગ 9.05 વાગ્યે પુતિન તેમના બેડરૂમના ફ્લોર પડી ગયા હતા. જયારે સુરક્ષાકર્મીઓએ રાષ્ટ્રપતિ ફ્લોર પર અથડાવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ રૂમમાં તરત જ દોડી આવ્યા હતા.
રશિયના રાષ્ટ્રપતિની તબિયત સતત લથડી રહી છે
તાજેતરના વર્ષોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તબિયત નાજુક જોવા મળી રહી છે. અગાઉ પણ કેટલાક વીડિયોમાં તેમના હાથ ધ્રુજતા જોવા મળ્યા અને ક્યારે ભાષણ આપતા સમયે નબળા જોવા મળ્યા હતા. ગયા વર્ષે યુક્રેન પર હુમલો શરૂ થયો ત્યારથી મીડિયામાં એવા ઘણા અહેવાલો આવ્યા છે કે 71 વર્ષીય રશિયના રાષ્ટ્રપતિની તબિયત સતત લથડી રહી છે.