રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર: ઈસ્ટર તહેવારને લઈને પુતિને કરી યુદ્ધવિરામની જાહેરાત
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રન સાથે યુદ્ધ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. પુતિને જાહેરાત કરી કે, શનિવાર રાત્રે 8:30 વાગ્યાથી 21 એપ્રિલ મધ્ય સુધી ઈસ્ટર યુદ્ધવિરામ સુધી જ હશે. આ નિર્ણય ઈસ્ટર તહેવાર દરમિયાન માનવીય રાહત અને શાંતિના પ્રયાસો હેઠળ લેવાયો.
વ્લાદિમીર પુતિને શું કહ્યું?
પુતિને કહ્યું કે, તેમને આશા છે કે, યુક્રેન પર રશિયા દ્વારા જાહેર કરાયેલા યુદ્ધવિરામના ઉદાહરણનું અનુસરણ કરશે અને શાંતિનો રસ્તો અપનાવશે. આ નિર્ણય ઈસ્ટર તહેવારને જોતા માનવીય કારણોથી લેવાયો.
જો કે, પુતિને સેના પ્રમુખ વૈલેરી ગેરાસિમોવને નિર્દેશ આપ્યા છે કે, જો યુદ્ધવિરામ દરમિયાન જો યુક્રેન નિયમોનું પાલન નહીં કરે અથવા ઉલ્લંઘન કરશે તો સેનાને તૈયાર રહેવું જોઈએ.