ફરી શરૂ થયું યુદ્ધ! રશિયા પર પહેલીવાર યુક્રેને છોડી લાંબા અંતરની અમેરિકન ATACMS મિસાઈલો
Russia-Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેને પહેલીવાર રશિયા પર ATACMS મિસાઈલોથી હુમલો કર્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડેનની મંજૂરી બાદ પહેલી વખત યુક્રેનની સેનાએ રશિયા પર હુમલા માટે અમેરિકન લાંબા અંતરની ATACMS મિસાઈલોનો ઉપયોગ કર્યો છે.
RBC યુક્રેનના અનુસાર, આ કથિત હુમલો બાયડેન તરફથી રશિયામાં હુમલા માટે લાંબા અતરના અમેરિકન હથિયારોના ઉપયોગની મંજૂરીના બે દિવસ બાદ થયો છે. ડેલી ટેલીગ્રાફના અનુસાર, મહિનાઓ સુધી બાયડેને તણાવ વધવાની શક્યતાઓને લઈને યુક્રેનને આ પ્રકારના હુમલા કરવાની મંજૂરી આપવાથી ઈનકાર કર્યો હતો, પરંતુ રશિયા તરફથી 10,000 ઉત્તર કોરિયાઈ સૈનિકોને સામેલ કરાયા બાદ બાયડેનનું મન બદલાઈ ગયું.
જો બાયડેને યુક્રેનને શા માટે લાંબા અંતરની મિસાઈલો છોડવાની આપી મંજૂરી
ન્યૂઝ પેપરે જણાવ્યું કે, બાયડેને યુક્રેન વિરૂદ્ધ રશિયાના યુદ્ધમાં ઉત્તર કોરિયાની હાજરીને એક એવી સ્થિતિ તરીકે જોવા માટે રશિયામાં એવી લાંબા અંતરની મિસાઈલોના ઉપયોગને મંજૂરીની જરૂર હતી. આરબીસી યુક્રેન ન્યૂઝ એજન્સીએ એક સૂત્રના હવાલાથી જણાવ્યું છે કે, હુમલો રશિયાના બ્રાયંસ્ક ક્ષેત્રના કરાચેવમાં લક્ષ્ય પર સફળતાપૂર્વક કરાયું.
રશિયાના તોપખાનાને નિશાન બનાવીને છોડવામાં આવી મિસાઈલ
સૂત્રોએ કહ્યું કે, 'હકિકતમાં પહેલીવાર અમે રશિયન વિસ્તાર પર હુમલો કરવા માટે ATACMSનો ઉપયોગ કર્યો. આ હુમલો બ્રાંસ્ક ક્ષેત્રમાં એક સુવિધા વિરૂદ્ધ કરાયું હતું અને તેને સફળતાપૂર્વક નિશાન બનાવાયું.'
એજન્સીએ એ પણ જણાવ્યું છે કે ઘટનાસ્થળથી મળેલા સોશિયલ મીડિયા ફુટેજમાં ભયંકર આગ દેખાઈ રહી છે. આ હુમલાનો ટાર્ગેટ રશિયન સેનાની મુખ્ય મિસાઈલ અને તોપખાના નિર્દેશાલયનું 67મું શસ્ત્રાગાર હતું.