યુક્રેનનો રશિયા પર ઘાતક હુમલો, 100 ડ્રોનથી હુમલો કરી મૉસ્કોમાં વિસ્ફોટક પ્લાન્ટ ઉડાવ્યો
Image Twitter |
Ukraine's biggest drone attack on Russia : યુક્રેને રશિયા પર ડ્રોનથી સોથી મોટો ઘાતક હુમલો કર્યો છે. આ ડ્રોન મોસ્કો સુધી પહોંચ્યા હતા. એક વિસ્ફોટકનું ઉત્પાદન કરનારા પ્લાન્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. રહેવાસીઓએ એક શક્તિશાળી વિસ્ફોટ અને સફેદ ધુમાડો ઉડવાની માહિતી આપી હતી. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, "હવાઈ સંરક્ષણ એકમોએ રશિયા પર 110 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા હતા. ડ્રોને Ya M. Sverdlov પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.
આ પણ વાંચો : ભારતીય અબજપતિની દીકરી યુગાન્ડાની જેલમાં કેદ, સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચ્યો મામલો!
આ પ્લાન્ટ નિઝની નોવગોરોડ વિસ્તારમાં આવેલો છે
આ પ્લાન્ટ મોસ્કોથી લગભગ 400 કિમી પૂર્વમાં નિઝની નોવગોરોડ પ્રદેશમાં આવેલો છે. આ હુમલો યુક્રેનિયન શહેર ક્રિવી રિહ પર રશિયન મિસાઈલથી હુમલા બાદ કરવામાં આવ્યો હતો. આ રશિયન હુમલામાં 17 લોકો ઘાયલ થયા હતા. આ પ્લાન્ટ યુક્રેન યુદ્ધમાં રશિયન દળો દ્વારા ઉપયોગમાં લેવાતા વિસ્ફોટકોના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે. આ પ્લાન્ટ પર યુએસ અને યુરોપિયન યુનિયન દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી
રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, "નિઝની નોવગોરોડ પર આઠ યુક્રેનિયન ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો.' મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે મોસ્કો ક્ષેત્રના રામેન્સકી વિસ્તારમાં કાટમાળ પડ્યો હતો, પરંતુ કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી. તો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ કહ્યું કે, ગયા અઠવાડિયે રશિયાએ યુક્રેન પર 20 થી વધુ મિસાઈલો લગભગ 800 માર્ગદર્શિત એરિયલ બોમ્બ અને 500 થી વધુ સ્ટ્રાઈક ડ્રોન વડે હુમલો કર્યો હતો.
આ પણ વાંચો : ઈરાન પર મોટા હુમલાની તૈયારીમાં ઈઝરાયલ? લીક રિપોર્ટ્સથી અમેરિકા પણ ટેન્શનમાં મૂકાયું
રશિયાએ ઝેલેન્સકીના ટાઉન પર હુમલો કર્યો, 17 લોકો ઘાયલ
રશિયાએ યુક્રેનિયન શહેર ક્રિવી રિહ પર મિસાઈલોથી હુમલો કર્યો હતો. જેમાં 17 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. રશિયાએ મિસાઈલ અને ડ્રોન વડે વહીવટી ઈમારતો, હોટલ અને શૈક્ષણિક ઈમારતોને નિશાન બનાવી છે. પ્રાદેશિક ગવર્નર સેરહી લિસાકના જણાવ્યા મુજબ આ હુમલામાં 15 એપાર્ટમેન્ટ, સ્ટોર, એક કાફે, એક ચર્ચ, ઓફિસ સ્પેસ, બેંક શાખા અને ગેસ પાઇપલાઇનને નુકસાન થયું હતું. તમને જણાવી દઈએ કે ક્રીવી રિહ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીનું વતન છે. યુક્રેનની સેનાના કહેવા પ્રમાણે તેમણે 49માંથી 31 રશિયન ડ્રોન તોડી પાડ્યા છે. રશિયાએ પણ બે બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે.