રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વકર્યું, બોમ્બમારા-ગોળીબારમાં 6 યુક્રેનીઓના મોત, અનેક ઈમારતોને નુકસાન

રવિવારે દક્ષિણ યુક્રેનના ખેરસોન ક્ષેત્રમાં 5 અને હોર્લિવકામાં એકનું મોત નીપજ્યું

ફરી એકવાર રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વકર્યું, બોમ્બમારા-ગોળીબારમાં 6 યુક્રેનીઓના મોત, અનેક ઈમારતોને નુકસાન 1 - image

image : Twitter



Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં યુક્રેનના 6 નાગરિકોના મોતના અહેવાલ મળ્યાં છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે દક્ષિણ યુક્રેનના ખેરસોન ક્ષેત્રમાં પાંચ નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે પૂર્વી શહેર હોર્લિવકામાં એક વ્યક્તિનું મોત થયું હતું.

રશિયાએ યુક્રેન પર બોમ્બમારો કર્યો

અહેવાલ અનુસાર યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન રશિયાએ ખેરસોન અને હોર્લિવકામાં ભારે ગોળીબાર અને બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં ખેરસોનમાં એક મકાન અને એક ઈમારતને નુકસાન થયું હતું, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.

ડ્રોન હુમલામાં મહિલાએ જીવ ગુમાવ્યો

ખેરસોનની દક્ષિણે ડ્રોન હુમલામાં એક મહિલાનું મોત થયું હતું અને ભારે ગોળીબારની લપેટમાં આવતાં અન્ય એક મહિલાનું મૃત્યુ થયું હતું. આ માહિતી પોલીસે આપી હતી. ખેરસોનના પ્રાદેશિક સૈન્ય વહીવટીતંત્રની પ્રેસ ઓફિસના વડા એલેક્ઝાન્ડરે જણાવ્યું હતું કે હુમલાને કારણે ગેસ અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ હુમલાથી ઈમારતને પણ નુકસાન થયું હતું.

હોર્લિવકામાં એક મહિલાનું મૃત્યુ થયું

દરમિયાન હોર્લિવકાના મેયર ઇવાન પ્રિખોડકોએ જણાવ્યું હતું કે રશિયન હુમલામાં એક મહિલાનું મોત થયું છે અને છ નાગરિકો ઘાયલ થયા હતા. ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન વિરુદ્ધ યુદ્ધ છંછેડ્યું હતું. આ યુદ્ધને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી બંને પક્ષો વચ્ચે કોઈ સમાધાન થઈ શક્યું નથી.

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વકર્યું, બોમ્બમારા-ગોળીબારમાં 6 યુક્રેનીઓના મોત, અનેક ઈમારતોને નુકસાન 2 - image


Google NewsGoogle News