VIDEO: ખુલ્લા મેદાનમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા રશિયન સૈનિકો, યુક્રેને કર્યો રોકેટ હુમલો, અનેકના મોત
Russia Ukraine War : રશિયા યુક્રેન યુદ્ધનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં યુક્રેનનું એક રોકેટ રશિયન સૈનિકોને નિશાન બનાવતું જોવા મળી રહ્યું છે. આ હુમલામાં પાંચ રશિયન સૈનિકો માર્યા ગયાની આશંકા છે અને અન્ય કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે. જ્યારે આ હુમલો થયો ત્યારે રશિયન સૈનિકો તાલીમ લઈ રહ્યા હતા. એ પછી રશિયન સેનાની રણનીતિ પર પણ સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો : ધ્વનિ કરતાં 10 ગણી ઝડપે જઈ શકતું રશિયાનું ખતરનાક 'ઑરેશ્નિક' મિસાઇલ
રશિયન વ્યૂહરચના નબળાઇ છતી થઈ
ગત ગુરુવાર (21 નવેમ્બર) ના રોજ લગભગ એક ડઝન રશિયન સૈનિકો કબજા હેઠળના યુક્રેનિયન પ્રદેશ ઝાપોરોઝેય ઓબ્લાસ્ટમાં એક ખુલ્લી જગ્યામાં તાલીમ લઈ રહ્યા હતા, ત્યારે તેઓ યુક્રેનિયન સર્વેલન્સની દેખરેખ હેઠળ હતા. જ્યારે રશિયન સૈનિકો વાનમાંથી ઉતર્યા ત્યારે, યુક્રેનએ 92 કિલોમીટર દૂર હાઇ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમમાંથી M30/31 રોકેટ લોન્ચ કર્યા હતા. રોકેટ રશિયન સૈનિકોની નજીક પડ્યું હતું, જેમાં લગભગ પાંચ રશિયન સૈનિકોનો મોત નીપજ્યા હતા. અને અન્ય કેટલાક સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલાએ રશિયાની નબળી રણનીતિનો પણ પર્દાફાશ કર્યો છે કારણ કે, ઝાપોરિઝિયા અને ડોનેટ્સક વિસ્તારમાં આવા હુમલામાં ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં સેંકડો રશિયન સૈનિકો માર્યા ગયા છે, પરંતુ તેમ છતાં, રશિયન સેનાના ઉચ્ચ અધિકારીઓ વારંવાર સૈનિકોને ખુલ્લા મેદાનમાં તાલીમ આપી રહ્યા છે.
આ પણ વાંચો : રશિયાએ ઉત્તર કોરીયાને એન્ટિ એર મિસાઈલ આપી, બદલામાં સૈનિકો લીધા
યુક્રેનનો રશિયન કમાન્ડને નબળું પાડવાનો પ્રયાસ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તાજેતરના આ હુમલામાં એક રશિયન જનરલનું પણ મોત થયાના સમાચાર છે અને ઉત્તર કોરિયાનો એક સમકક્ષ ઘાયલ થયો છે. યુક્રેન લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરીને રશિયાની કમાન્ડ સિસ્ટમને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. હકીકતમાં આવા હુમલા કરીને યુક્રેન રશિયાના ટોચના સૈન્ય નેતાઓને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેથી કરીને રશિયન સૈન્ય કમાન્ડ નબળી પડી જાય છે.