યુક્રેનના બે શહેરો પર રશિયાએ 100 મિસાઈલો ઝીંકી, પાંચના મોત, ભારે તબાહી

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
યુક્રેનના બે શહેરો પર રશિયાએ 100 મિસાઈલો ઝીંકી, પાંચના મોત, ભારે તબાહી 1 - image

image : twitter

મોસ્કો,તા.3 જાન્યુઆરી 2024,બુધવાર

નવા વર્ષની શરુઆતથી જ રશિયા અને યુક્રેન વચ્ચેનુ યુધ્ધ વધારે ઉગ્ર બન્યુ છે.

રશિયાએ યુક્રેનના બે મોટા શહેરો પર 100 મિસાઈલો ઝીંકીને હાહાકાર મચાવ્યો છે. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને 130થી વધારે લોકો ઘાયલ થયા છે. રશિયા અને યુક્રેનના બે વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે રશિયન સેનાએ ફરી એક વખત યુક્રેનના શહેરોનો ટાર્ગેટ બનાવવાનુ શરુ કર્યુ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રશિયાના લેટેસ્ટ હુમલામાં કીવ શહેરમાં ઘણી ઈમારતોને નુકસાન થયુ છે. 100 જેટલા લોકોને રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ યુક્રેનના સેના પ્રમુખે કહ્યુ હતુ કે, અમારી વાયુસેનાએ 100માંથી 10 જેટલી કિંઝલ મિસાઈલોને આંતરીને તોડી પાડી છે. આ મિસાઈલની ઝડપ અવાજ કરતા 10 ગણી વધારે છે. આમ છતા અમારી વાયુસેનાને 10 મિસાઈલોનો ખાતમો બોલાવવામાં સફળતા મળી છે.

તેમના કહેવા પ્રમાણે કિવ અને પૂર્વોત્તર વિસ્તારમાં આવેલા ખાર્કીવમાં મોટાભાગની મિસાઈલો ખાબકી હતી અને તેના કારણે પાંચ લોકોના મોત થયા છે.

મિસાઈલોના કારણે કિવ અને ખાર્કીવમાં ચારે તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહયા છે અને મિસાઈલથી થયેલા નુકસાન બાદ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.


Google NewsGoogle News