Get The App

ભારતે અટકાવ્યો યુક્રેન પર રશિયાનો પરમાણુ હુમલો, PM મોદીના કારણે પુતિને બદલ્યો નિર્ણય, રિપોર્ટમાં ઘટસ્ફોટ

રશિયા યુક્રેન વિરુદ્ધ ન્યૂક્લિયર વેપનનો ઉપયોગ કરવાની તૈયારીમાં હોવાની અમેરિકાના આશંકા હતી

પીએમ મોદી અને અન્ય લોકોના આઉટરીચ-જાહેર નિવેદનોથી હુમલાનું સંકટ ટળ્યું : અમેરિકી અધિકારીઓ

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
ભારતે અટકાવ્યો યુક્રેન પર રશિયાનો પરમાણુ હુમલો, PM મોદીના કારણે પુતિને બદલ્યો નિર્ણય, રિપોર્ટમાં ઘટસ્ફોટ 1 - image


Russia-Ukraine War : રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) યુક્રેન પર પરમાણુ હુમલો કરવાની યોજના બનાવી હતી, જોકે તેમણે ભારતના કારણે નિર્ણય બદલ્યો હોવાનો તેમજ મોસ્કો દ્વારા કીવ પર સંભવિત પરમાણુ હુમલા (Nuclear Attack)ને પહોંચી વળવા અમેરિકાએ પણ જોરશોરથી તૈયારી કરાઈ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.

પરમાણુ હુમલો ટાળવામાં ભારતની મહત્ત્વપૂર્ણ ભૂમિકા

અમેરિકન અધિકારીઓના હવાલાથી એક જાણીતી ન્યૂઝ એજન્સીના અહેવાલમાં જણાવાયું છે કે, આ સંકટ ટાળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને અન્ય દેશોએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. અધિકારીઓનું કહેવું છે કે, બાઈડેન (Joe Biden) વહિવટીતંત્રને આશંકા હતી કે રશિયા ટેક્ટિકલ અથવા બેટલફીલ્ડ ન્યૂક્લિયર વેપનનો ઉપયોગ કરી શકે છે.

પીએમ મોદીના કારણે પરમાણુ સંકટ ટળ્યું : અમેરિકી અધિકારી

રિપોર્ટ મુજબ અમેરિકાએ પરમાણુ હુમલાની આશંકા વ્યક્ત કરી હતી, તેથી તેણે રશિયાને હુમલો કરતા અટકાવવા ભારત સહિત બિન-સહયોગીઓની મદદ લેવાની માંગ કરી હતી. અમેરિકી અધિકારીઓએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય લોકોના આઉટરીચ અને જાહેર નિવેદનોના કારણે સંકટ ટાળવામાં મદદ મળી છે.


Google NewsGoogle News