રશિયા વિરુદ્ધ NATO યુરોપમાં તહેનાત કરી રહ્યું છે 3 લાખ સૈનિક, શું હવે યુદ્ધ શરૂ થશે?

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
રશિયા વિરુદ્ધ NATO યુરોપમાં તહેનાત કરી રહ્યું છે 3 લાખ સૈનિક, શું હવે યુદ્ધ શરૂ થશે? 1 - image
Image Social Media

એવું લાગી રહ્યું છે કે, એક નવું યુદ્ધની શરુઆત થઈ રહી છે. રશિયા સામે NATO ત્રણ લાખ સૈનિકોને યુરોપિયન દેશોની સરહદો પર તહેનાત કરવા જઈ  રહ્યું છે. તેના પરથી એવું અનુમાન લગાવી શકાય છે કે, NATOએ રશિયા સાથે યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે.  NATO અમેરિકન સૈનિકોને યુરોપના તે દેશોમાં તહેનાત કરવા જઈ રહ્યું છે, જ્યાં તેમની સરહદ રશિયા સાથે જોડાયેલી છે.

NATOએ તેના માટે પાંચ રુટનો પ્લાન બનાવ્યો છે. પહેલો રુટ નેધરલેન્ડ-જર્મની-પોલેન્ડ છે. બીજા રસ્તો ઈટાલી, સ્લોવેનિયા, ક્રોએશિયા અને હંગેરી છે. ત્રીજો રસ્તો ગ્રીસ-બલ્ગેરિયા અને રોમાનિયા છે. ચોથો તુર્કી, બલ્ગેરિયા અને રોમાનિયા. પાંચમો નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ છે. હકીકતમાં આ કોઈ રસ્તો નથી પરંતુ લશ્કરી અસ્થાયી કોરિડોર છે.

રશિયા વિરુદ્ધ NATO યુરોપમાં તહેનાત કરી રહ્યું છે 3 લાખ સૈનિક, શું હવે યુદ્ધ શરૂ થશે? 2 - image

આ પાંચ મુખ્ય માર્ગોથી અલગ રૂટ છે. સૈનિકોને રોટરડેમ પોર્ટથી પોલેન્ડ લાવવામાં આવશે. આ રૂટમાં ટ્રેન દ્વારા નેધરલેન્ડ અને જર્મની પાર કરવામાં આવશે. આતો એક રુટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આ સિવાય અન્ય પણ કેટલાક માર્ગ હશે, જેનો રણનીતિ હેઠળ જાહેર કરવામાં આવ્યા નથી.

NATOએ શરુ કરી મોટા યુદ્ધની તૈયારી

રશિયા અને NATO ગઠબંધનના પ્રમુખોએ એકબીજાને યુદ્ધની ધમકી આપી ત્યારે આ તૈયારી શરૂ કરવામાં આવી છે. હવે માહોલ ખૂબ ગરમ થઈ રહ્યો છે.  જોકે, આ યુદ્ધની શક્યતા જ છે. પરંતુ NATOએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રશિયાની સરહદે આવેલા યુરોપિયન દેશોમાં ત્રણ લાખ અમેરિકન સૈનિકોને જમીન પર તહેનાત કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

નાની-નાની ટુકડીઓમાં લઈ જવાયા સૈનિકો

NATO સાથે જોડાયેલા લેફ્ટનન્ટ જનરલ એલેક્ઝાન્ડર સોલફ્રેન્કે કહ્યું કે, હવે મોટા પાયે લોજિસ્ટિક્સ મૂવમેન્ટ નુકસાનકારક છે. અમે અફઘાનિસ્તાન અને ઈરાકમાં આ જોયું છે. તેથી યુદ્ધ પહેલા અમે કોઈપણ પ્રકારનું નુકસાન સહન કરવા નથી ઈચ્છતા. જે કામચલાઉ સૈન્ય કોરિડોર બનાવવામાં આવ્યા છે, તેના દ્વારા સૈનિકોને નાની ટુકડીઓને તહેનાત કરવામાં આવશે.

રશિયા દ્વારા એક ક્રિયા અને યુદ્ધ શરૂ થાય છે!

જો રશિયા સંઘર્ષ શરૂ કરશે, તો નાટો સૈનિકો પણ જવાબ આપશે. કારણ કે આ મામલો હવે માત્ર રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો નથી. ઘણા યુરોપિયન દેશો, નાટો અને અમેરિકા પણ યુક્રેનના સમર્થનમાં છે. તેથી નાટોના સભ્ય દેશોને પણ રશિયા તરફથી ખતરો છે. રશિયાની કોઈપણ કાર્યવાહી નવા યુદ્ધની શરૂઆત કરી શકે છે


Google NewsGoogle News