રશિયા-યુક્રેન યુદ્ધના મેદાન બાદ હવે દુનિયાની સૌથી મોટી કોર્ટમાં આમને-સામને, આજથી સુનાવણી શરૂ

ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) રશિયા અને યુક્રેન યુદ્ધ મામલે સુનાવણી કરશે

યુક્રેને રશિયા પર આંતરરાષ્ટ્રીય કાયદાની મજાક બનાવવાનો મૂક્યો છે આરોપ

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
રશિયા-યુક્રેન યુદ્ધના મેદાન બાદ હવે દુનિયાની સૌથી મોટી કોર્ટમાં આમને-સામને, આજથી સુનાવણી શરૂ 1 - image

યુદ્ધના મેદાનમાં એકબીજા સામે લડી રહેલાં રશિયા અને યુક્રેન વચ્ચેનો યુદ્ધનો મામલો હવે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પહોંચી ગઈ છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) હવે આ મામલે સુનાવણી કરશે. આજે જ આ મામલે સુનાવણી શરૂ થશે. યુક્રેને ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાના હુમલાના થોડા દિવસો બાદ જ ICJ સમક્ષ આ મામલો ઊઠાવ્યો હતો. 

યુક્રેનનો શું છે આરોપ? 

યુક્રેનનું કહેવું છે કે રશિયાને હુમલાને ન્યાયોચિત ગણાવીને આંતરરાષ્ટ્રીય કાયદાની મજાક બનાવી છે. યુક્રેનના આ આરોપ સામે રશિયાએ દાવો કર્યો છે કે તેણે યુક્રેનમાં નરસંહારને રોકવા માટે તેના પર હુમલો કરવાનો નિર્ણય લીધો હતો. હવે રશિયા તેના આ દાવાને ICJ સમક્ષ રજૂ કરશે. 

ક્યારે થઈ હતી યુદ્ધની શરૂઆત? 

ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને વિશેષ સૈન્ય અભિયાનના નામે યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યું હતું. ત્યારથી બંને દેશો વચ્ચે જંગ થઈ રહી છે. રશિયાએ દાવો કર્યો હતો કે યુક્રેનમાં નરસંહાર થઇ રહ્યું છે અને આ અમારી જવાબદારી છે કે અમે તે લોકોને બચાવીએ. રશિયા ઈચ્છે છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટ આ કેસને ફગાવી દે. આ મામલે 27 ડિસેમ્બર સુધી સુનાવણી થશે. યુક્રેનને આ વર્ષે માર્ચમાં ICJ દ્વારા મોટી રાહત મળી હતી કેમ કે શરૂઆતના આદેશમાં રશિયાને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી રોકવાનો આદેશ અપાયો હતો. જોકે રશિયા એમ પણ કહે છે કે આ મામલે કોઈપણ આદેશ જારી કરવો ICJના અધિકાર ક્ષેત્રમાં નથી. જ્યારે યુક્રેન કહે છે કે આ મામલે ICJ દખલ કરી શકે છે. યુક્રેનના આ તર્કને 32 જેટલા દેશોએ સમર્થન આપ્યું હતું. 


Google NewsGoogle News