Get The App

'તમારા સૈનિકોની લાશો થેલા ભરીને મોકલી દઈશું...' યુદ્ધમાં એન્ટ્રીથી કિમ જોંગ પર ભડક્યું અમેરિકા

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
joe biden-kim jong un

Russia-Ukraine War: ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાની મદદ માટે હજારો સૈનિકો મોકલ્યા છે. આ નિર્ણય સામે અમેરિકા ખૂબ જ નારાજ દેખાઈ રહ્યું છે, જેના પર બુધવારે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ડેપ્યુટી એમ્બેસેડરે કિમ જોંગ ઉનને ચેતવણી આપી હતી કે રશિયા સાથે યુક્રેનમાં લડવા જઈ રહેલા ઉત્તર કોરિયાના સૈનિકોની લાશોને થેલામાં ભરીને પાછા મોકલી દઈશું. 

અમેરિકાએ કિમને આપી ચેતવણી! 

અમેરિકાના રોબર્ટ વૂડે સુરક્ષા પરિષદને પૂછ્યું કે, 'શું ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા (ઉત્તર કોરિયા)ના સૈનિકોએ રશિયાના સમર્થનમાં યુક્રેનમાં પ્રવેશ કરવો જોઈએ? હું તેમને કહેવા માંગુ છું કે તમે સૈનિકો તો મોકલી દીધા પણ તેમની લાશો જ તમારા વતન પરત આવશે. હું કિમને સલાહ આપું છું કે આવી અવિચારી અને ખતરનાક બાબતોમાં ફસાતા પહેલા બે વાર વિચાર કરે.'

આ પણ વાંચો: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં સરમુખત્યાર કિમ જોંગની એન્ટ્રી સાથે જ યુરોપ-અમેરિકાની ઊંઘ ઊડી


ઉત્તર કોરિયાના કારણે યુદ્ધ વધુ તીવ્ર બનશે

યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને બુધવારે જણાવ્યું હતું કે 'યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને ઉત્તર કોરિયાની મદદ યુદ્ધને વધુ તીવ્ર બનાવશે અને અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધને વધુ વેગ આપશે. લગભગ 10,000 જેટલા ઉત્તર કોરિયાના સૈનિકો પૂર્વી રશિયામાં પહેલેથી જ તહેનાત છે. તે બધાં રશિયામાં છે અને રશિયાના સાધનોથી સજ્જ છે.' આ ઉપરાંત અમેરિકાએ માહિતી આપી હતી કે યૂક્રેનની સેનાએ ઓગસ્ટમાં કુર્સ્કમાં મોટી ઘૂસણખોરી કરી હતી અને ત્યાંના સેંકડો ચો.કિ.મી. વિસ્તાર પર કબજો કરી લીધો હતો. જો કે, તેમણે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઉત્તર કોરિયાની એન્ટ્રી પર ચિંતા વ્યક્ત કરી હતી.

'તમારા સૈનિકોની લાશો થેલા ભરીને મોકલી દઈશું...' યુદ્ધમાં એન્ટ્રીથી કિમ જોંગ પર ભડક્યું અમેરિકા 2 - image



Google NewsGoogle News