Get The App

VIDEO : ઝેલેન્સ્કીની 'ભવિષ્યવાણી' વચ્ચે પુતિનના કાફલાની કારમાં જોરદાર વિસ્ફોટ

Updated: Mar 30th, 2025


Google News
Google News
VIDEO : ઝેલેન્સ્કીની 'ભવિષ્યવાણી' વચ્ચે પુતિનના કાફલાની કારમાં જોરદાર વિસ્ફોટ 1 - image


Fire Breaks in Putin Luxurious Car: એક જાણીતા વિદેશી મીડિયાના અહેવાલ અનુસાર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના સત્તાવાર કારના કાફલામાં સામેલ એક લક્ઝુરિયસ લિમોઝિન કારમાં ભયાનક વિસ્ફોટ થતા આખી કાર ભડભડ કરતી સળગી ગઈ હતી. આ ઘટના મધ્ય મોસ્કોમાં બનતા રશિયન પ્રમુખ પુતિનની સુરક્ષા સામે સવાલો ઊઠવા લાગ્યા છે આ સાથે ક્રેમલિનમાં જ આંતરિક ખતરો હોવાની શંકાઓ થવા લાગી છે. જોકે આ ઘટના થોડા દિવસ પહેલા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી દ્વારા પુતિનનું મોત નજીક હોવાની ભવિષ્યવાણી બાદ બની છે.

કારમાં વિસ્ફોટનું કારણ અકબંધ

મળતી માહિતી મુજબ, આગ એન્જિનથી નીકળી અને બાદમાં વાહનની અંદર ફેલાઈ ગઈ. ઘટના દરમિયાન આસપાસની રેસ્ટોરન્ટમાં હાજર લોકો ફાયરની ટીમ આવે તે પહેલાં જ મદદ માટે બહાર આવી ગયા હતાં. ફૂટેજમાં વાહનમાંથી નીકળતો કાળો ધૂમાડો જોવા મળી રહ્યો છે અને કારની પાછળના ભાગમાં નુકસાન જોવા મળી રહ્યું છે. વિસ્ફોટની પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે, તેમજ કોઈ જાનહાનિની ઘટના પણ સામે નથી આવી. કથિત રૂપે વાહનનું સંચાલન રાષ્ટ્ર પ્રમુખના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે, જે પુતિનના પરિવહનને સંભાળે છે. હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે, ઘટનાના સમય કારની અંદર કોઈ બેઠું હતું કે નહીં.

આ પણ વાંચોઃ મ્યાનમારમાં 'કચ્છ' જેવી સ્થિતિ, લાખો લોકોએ માર્ગો પર રાત વીતાવી, ઘરમાં જતાં જ ડરે છે

ઝેલેન્સ્કીએ કરી હતી ભવિષ્યવાણી

યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક મોટો દાવો કર્યો હતો કે, રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિનની તબિયત બગડી રહી છે અને જલ્દી તેમનું મોત થશે. ઝેલેન્સ્કીએ બુધવારે (19 માર્ટ) એક ઈન્ટરવ્યુ દરમિયાન આ ભવિષ્યવાણી કરી હતી. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, 'પુતિન જલ્દી મરી જશે. યુદ્ધ પણ જલ્દી સમાપ્ત થઈ જશે.' આ સિવાય તેમણે અમેરિકાને મજબૂત બની રહેવા અને મોસ્કો પર આક્રામકતા રોકવા માટે દબાણ કરતા રહેવાની પણ અપીલ કરી હતી. 

આ પણ વાંચોઃ 'મારું કામ પૂરું, મે સુધીમાં ટારગેટ...' ટ્રમ્પના ખાસ ઈલોન મસ્કની DOGE માંથી રાજીનામાની તૈયારી?

કડક સુરક્ષા વચ્ચે રહે છે પુતિન

72 વર્ષીય પુતિન લિમોસિન કારનો નિયમિત રૂપે ઉપયોગ કરે છે. તેમણે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ સહિત ઘણાં લોકોને આ કાર ભેટમાં આપી છે. હાલમાં જ મરમંસ્કમાં FSO (Federal Protective Service) ના અધિકારીઓ દ્વારા ઔપચારિક ગાર્ડોની તપાસ કરવામાં આી હતી. 


Tags :