Get The App

ટ્રમ્પનો ખતરનાક પ્લાન, પુતિનને લાવશે ઘૂંટણિયે! બ્રિટનના પૂર્વ ઈન્ટેલિજન્સ ઓફિસરનો સ્ફોટક દાવો

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પનો ખતરનાક પ્લાન, પુતિનને લાવશે ઘૂંટણિયે! બ્રિટનના પૂર્વ ઈન્ટેલિજન્સ ઓફિસરનો સ્ફોટક દાવો 1 - image


Donald Trump Role in Russia-Ukraine War: ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં વચન આપ્યું હતું કે, તે રશિયા-યુક્રેનના યુદ્ધને રોકી દેશે. તેથી જ ટ્રમ્પના રાષ્ટ્ર પ્રમુખ ચૂંટાયા બાદથી માનવામાં આવી રહ્યું હતું કે, પુતિન અને ટ્રમ્પ વચ્ચે કેમેસ્ટ્રી સારી થશે અને યુદ્ધવિરામનો રસ્તો ખુલશે. પરંતુ, હવે બ્રિટનના એક અહેવાલથી જાણ થાય છે કે, ટ્રમ્પ યુદ્ઘ રોકવા નહીં, પરંતુ પુતિનને મજબૂર કરીને ઘૂંટણે પાડવાની મહાવિનાશક યોજના પર કામ કરવા લાગ્યા છે. 20 જાન્યુઆરીએ શપથ લેતા જ ટ્રમ્પ એવા ખતરનાક નિર્ણય લઈ શકે છે, જેને લેવાની હિંમત જો બાઇડેન પણ ન કરી શક્યાં. ટ્રમ્પના નજીકના અને બ્રિટનની ગુપ્ત એજન્સી MI6ના પૂર્વ પ્રમુખે તેને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 

ખતરનાક પ્લાન કરી રહ્યાં છે ટ્રમ્પ

રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદથી રશિયાને કોઈ રાહત નથી મળવાની પરંતુ, પુતિનની મુશ્કેલીમાં 100 ગણો વધારો થઈ જશે. કારણ કે, ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધવિરામ પર પુતિનને  મજબૂર કરવા માટે ખતરનાક પ્લાન પર કામ કરી રહ્યા છે. આ ચોંકાવનારા ખુલાસા બ્રિટિશ ગુપ્ત એજન્સી MI6ના પૂર્વ ચીફે કર્યાં છે. MI6ના પૂર્વ પ્રમુખ સર રિચર્ડ ડિયરલોવે દાવો કર્યો છે કે, રાષ્ટ્ર પ્રમુખ બનતા જ ટ્રમ્પ યુક્રેનને રશિયા પર લાંબા અંતરની મિસાઇલથી હુમલો કરવાની મંજૂરી આપવાના છે. જો યુક્રેનને યુદ્ધમાં રશિયા સામે લાંબા અંતરની અમેરિકન મિસાઇલનો ઉપયોગ કરવાની ખુલ્લી છૂટ મળી જાય તો ફક્ત કુર્સ્ક જ નહીં, રશિયાના દરેક શહેરમાં NATOના દારૂગોળા વરસશે. એવું નથી કે, હજુ યુક્રેન પાસે અમેરિકાની આપેલી લાંબી દૂરીની મિસાઇલ નથી. એવું પણ નથી કે, યુક્રેને યુદ્ધમાં તેનો ઉપયોગ નથી કર્યો. 

આ પણ વાંચોઃ પુતિન-કિમ જોંગ વચ્ચે મહત્ત્વપૂર્ણ કરારથી દુનિયાનું ટેન્શન વધ્યું! યુક્રેન સમર્થક અમેરિકાને લાગશે ઝટકો

યુક્રેન પાસે લાંબા અંતર સુધી માર કરનારી બ્રિટનની સ્ટૉર્મ શેડો અને અમેરિકાની ATACMS મિસાઇલ છે, પરંતુ સ્થિતિ બગડવાના ડરથી અમેરિકાએ તેને મર્યાદિત અંતરમાં જ ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. હજુ સુધી યુક્રેનની સેના બ્રિટનની સ્ટૉર્મ શેડો અને અમેરિકાની ATACMS મિસાઇલનો ઉપયોગ ફક્ત ક્રીમિયા અને એ વિસ્તારોમાં જ કરી રહી છે, જેના પર રશિયાએ કબ્જો કરી લીધો છે. પરંતુ, હજુ સુધી રશિયાના કોઈપણ મોટા શહેરો પર અમેરિકા અથવા નાટોની વિનાશકારી મિસાઇલે એવી રીતે તબાવી નથી મચાવી જેવી તબાહી રશિયાની મિસાઇલે કીવથી લઈને ખાપકીવ સુધી મચાવી હતી.

મહાયુદ્ધમાં પરિણમશે રશિયા-યુક્રેન યુદ્ધ? 

ઝેલેન્સકીએ ઘણી વખત રશિયા સામે લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી છે, પરંતુ ઝેલેન્સકીનું ખુલ્લેઆમ સમર્થન કરી રહેલા જો બાઇડને નાટોને રશિયાના મોટા શહેરો પર લાંબા અંતરની મિસાઇલો છોડવાની મંજૂરી આપવાની હિંમત કરી શક્યા નહીં. કારણ કે જે દિવસે મોસ્કો, સેન્ટ પીટર્સબર્ગ, બોલ્ગોગ્રાડ અથવા કઝાન જેવા રશિયાના મોટા શહેરો પર અમેરિકા અથવા નાટો દેશોની મિસાઇલ વરસી તે જ દિવસે રશિયા-યુક્રેન યુદ્ધ મહાયુદ્ધમાં ફેરવાઈ જશે. પરંતુ, શું ટ્રમ્પ યુદ્ધ ખતમ કરવા માટે તે મહાવિનાશકારી નિર્ણય લઈ શકે છે, જે બીજુ વિશ્વ યુદ્ધ ખતમ કરાવવા માટે 6 ઓગસ્ટ, 1945ના દિવસે અમેરિકાના તત્કાલલિન રાષ્ટ્ર પ્રમુખ હેરી એસ ટ્રૂમેને લીધો હતો. એટમ બોમ્બનો ઉપયોગ કરી જાપાનને ખતમ કરવાનો નિર્ણય. આ આશંકા એટલા માટે છે કારણકે, રશિયાની સીમા નજીક ફિનલેન્ડમાં અમેરિકાના એટમી ક્ષમતાથી B-52 મોટા મિશનની તૈયારી કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પની જીત પછી હવે નાગરિકતાના નિયમો બદલાશે ? અમેરિકાના 48 લાખ ભારતીયોમાં ચર્ચાનો વિષય

ફિનલેન્ડમાં રશિયાની સીમા બિલકુલ નજીક F/A-18 હૉર્નેટ ફાઇટર જેટ સાથે ઉડાન ભરતા અમેરિકાના B-52 બોમ્બરનો આ સૌથી નવો વીડિયો ખુદ NATO એ શેર કર્યો છે, પરંતુ આ બોમ્બરને જોઈને રશિયાની બેચેને વધી ગઈ છે, કારણકે આ કોઈ સામાન્ય બોમ્બર નથી. આ રશિયાને સીધે-સીધું એટમી હુમલાની ધમકી છે. અમેરિકાની પાસે 76 B-52H સ્ટ્રેટોફોર્ટ્રેસ બોમ્બર્સનો મજબૂત કાફલો છે, પરંતુ તેમાંથી 46 AGM-86B એર-લોન્ચ્ડ ક્રૂઝ મિસાઇલને એટમ બોમ્બ વોરહેડ સાથે લઈ જઈ શકે છે. અમેરિકન B-52H સ્ટ્રેટોફોર્ટ્રેસ બોમ્બર ફિનલેન્ડ ઉપર ઉડી રહ્યા છે. તે એટમ બોમ્બ લઈ જવાની ક્ષમતા રાખનાર આ જ 46 અમેરિકન બોમ્બર્સમાંથી એક છે. 

ફિનલેન્ડમાં અમેરિકાનું શક્તિપ્રદર્શન

ફિનલેન્ડ અને સ્વિડન નાટોના નવા સભ્યો છે. રશિયા પર દબાણ વધારવા માટે અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી હથિયાર અને પરમાણુ બોમ્બર સાથે ફિનલેન્ડમાં શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે. 5 નવેમ્બરે યુએસ એરફોર્સના B-52H પરમાણુ બોમ્બર સાથે ફિનિશ એરફોર્સના F/A-18 ફાઇટર જેટે પહેલીવાર ફિનલેન્ડ ઉપર ઉડાન ભરી હતી. અમેરિકન B-52H બોમ્બર્સ ઉત્તરથી નોર્ડિક દેશમાં પ્રવેશ્યા અને બોથનિયાના અખાત દ્વારા બહાર નીકળી ગયાં. 2 દિવસ બાદ એટલે કે, 7 નવેમ્બરે એકવાર ફરી ફિનલેન્ડ પર ફિનિશ વાયુ સેનાના F/A-18 લડાકૂ જેટ અને સ્વીડિશ JAS 39 લડાકૂ જેટના અમેરિકાના સૌથી ખતરનાક ન્યૂક્લિયર બોમ્બરે રશિયાની સીમા પાસે ઉડાન ભરી. 


Google NewsGoogle News