Get The App

રશિયાથી ફરી દુઃખદ સમાચાર, યુક્રેન સામે યુદ્ધ લડતાં 2 ભારતીયો શહીદ, સૈન્યમાં જોડાયા હતા

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
રશિયાથી ફરી દુઃખદ સમાચાર, યુક્રેન સામે યુદ્ધ લડતાં 2 ભારતીયો શહીદ, સૈન્યમાં જોડાયા હતા 1 - image


Russia India News | ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયન સેનામાં ભરતી થયેલા બે ભારતીય નાગરિકો યુક્રેન યુદ્ધમાં માર્યા ગયા છે. એક નિવેદનમાં જણાવ્યું કે, 'મોસ્કોમાં ભારતીય દૂતાવાસે આ મામલો નવી દિલ્હીમાં રશિયન રાજદૂત અને મોસ્કોમાં રશિયન સત્તાધીશો સમક્ષ રશિયન સેનામાં ફરજ બજાવતા તમામ ભારતીય નાગરિકોની વહેલા મુક્તિ અને વતનવાપસી કરાવવા મજબૂત રીતે આ મુદ્દો ઉઠાવ્યો છે.'

ભારતના વિદેશ મંત્રાલયે લોકોને સાવચેત કર્યા 

વિદેશ મંત્રીના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ભારતે રશિયન સેના દ્વારા તેના નાગરિકોની વધુ ભરતી રોકવાની પણ માંગ કરી છે. મંત્રાલયે ફરી એકવાર ભારતીય નાગરિકોને રશિયામાં રોજગારની તકો શોધતી વખતે સાવચેત રહેવા વિનંતી કરી છે. માર્ચમાં, વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સાવચેત રહેવા અને રશિયન સૈન્ય એકમોમાં જીવન જોખમી નોકરીઓ કરવાનું ટાળવા સૂચના આપી હતી. સાવચેતી રાખવાની આ સૂચના રશિયન આર્મીમાં સપોર્ટ સ્ટાફ તરીકે કામ કરતા બે ભારતીય નાગરિકોના મૃત્યુ બાદ આપવામાં આવી છે.

લોકોને આકર્ષક નોકરીના બહાને ફસાવાયાનો દાવો 

એક સાપ્તાહિક બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ રશિયન સૈન્યમાં સહાયક નોકરીઓ માટે એજન્ટો દ્વારા કરવામાં આવેલી ઓફરોથી "ગેરમાર્ગે" ન દોરાય. તેમણે કહ્યું કે આ ખતરનાક અને જીવલેણ હોઈ શકે છે. તાજેતરમાં, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની તપાસમાં બહાર આવ્યું હતું કે ડઝનબંધ ભારતીયોને આકર્ષક નોકરીના નામે ફસાવીને રશિયા-યુક્રેન યુદ્ધમાં લડવા માટે મોકલવામાં આવ્યા હતા. આ પછી, તપાસ એજન્સીએ યુવા ભારતીયોને વિદેશ મોકલવામાં સામેલ માનવ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો. રશિયા-યુક્રેન સંઘર્ષ દરમિયાન કથિત રીતે નોકરીની છેતરપિંડીનો ભોગ બનેલા 30 વર્ષીય હૈદરાબાદના વ્યક્તિના મૃત્યુના એક દિવસ પછી આ તપાસ કરવામાં આવી છે.

રશિયાથી ફરી દુઃખદ સમાચાર, યુક્રેન સામે યુદ્ધ લડતાં 2 ભારતીયો શહીદ, સૈન્યમાં જોડાયા હતા 2 - image


Google NewsGoogle News