રશિયા-ઈરાન વચ્ચે સિક્રેટ ડીલ થઈ, પુતિનના ઈરાદાથી અમેરિકા-બ્રિટનનું ટેન્શન વધ્યું

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
રશિયા-ઈરાન વચ્ચે સિક્રેટ ડીલ થઈ, પુતિનના ઈરાદાથી અમેરિકા-બ્રિટનનું ટેન્શન વધ્યું 1 - image


Russia-Ukrain War : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં સંઘર્ષ અને યુદ્ધવિરામના પ્રયાસોની વચ્ચે અમેરિકા અને બ્રિટનની સરકારોએ વ્લાદિમીર પુતિનના ખતરનાક ઈરાદા પર ચિંતા વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ, રશિયા અને ઈરાન વચ્ચે સિક્રેટ ડીલ થઈ છે. જેમાં રશિયા ઈરાનને પરમાણુ સંપન્ન દેશ બનાવવા માટે ગુપ્ત સૂચના અને ટેક્નોલોજીની મદદ કરી રહ્યું છે, જેની બદલે ઈરાન રશિયાને યુક્રેન સામે લડાઈમાં બેલિસ્ટિક મિસાઈલ આપી રહ્યું છે. થોડા દિવસ પહેલાં યુક્રેને પશ્ચિમી સહયોગીઓને વિનંતી કરી હતી કે, તેને ઓછા અંતરની મિસાઇલની મદદ કરવામાં આવે, કારણ કે રશિયાને ઈરાન તરફથી ફતેહ-360 સહિત ઘણી બેલિસ્ટિક મિસાઇલ મળી રહી છે.

બાઇડને વ્યક્ત કરી ચિંતા

સૂત્રોના જણાવ્યાનુસાર, ક્રેમલિન (રશિયા) એ હાલના મહિનામાં પરમાણુ હથિયાર મેળવવાની પોતાની મહત્વકાંક્ષાઓને લઈને ઈરાન પાસેથી મળતા સહયોગમાં વધારો થયો છે. આ અઠવાડિયે વોશિંગ્ટનમાં અમેરિકા અને બ્રિટનના અધિકારીઓએ આ વાતે ચર્ચા કરી છે. બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મર અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને તેને ચિંતાજનક જણાવ્યું છે.

આ પણ વાંચોઃ બ્રિટનના નવા PM પત્નીને કારણે મુશ્કેલીમાં મૂકાયા, નેતન્યાહૂ-ઇમરાન ખાન જેવી કરી ભૂલ

રશિયાએ ચુપ્પી સાધી

વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ શનિવારે કહ્યું કે, બાઇડેનનું પ્રશાસન ઈરાનની પરમાણુ ગતિવિધિઓથી ખૂબ ચિંતિત છે. બાઇડને સ્પષ્ટ કરી દીધું છે કે, ઈરાન દ્વારા કોઈપણ પરમાણુ વૃદ્ધિને રોકવા અમેરિકા પોતાની સંપૂર્ણ તાકાત લગાવવા તૈયાર છે. વળી, રશિયાના વિદેશ મંત્રાલય અને ઈરાનના દૂતાવાસે આ વિષય પર ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો છે.

યુક્રેને લગાવ્યો આરોપ

આ પહેલાં અમેરિકા અને બ્રિટનના વિદેશ મંત્રીઓએ રશિયા અને ઈરાનની વચ્ચે નવી ડીલને લઈને ચિંતા વ્યક્ત કરી છે. યુક્રેને આરોપ લગાવ્યો હતો કે, ઈરાન રશિયાને બેલિસ્ટિક મિસાઇલ સપ્લાય કરી રહ્યું છે. જોકે, યુદ્ધ દરમિયાન રશિયા દ્વારા ઈરાનની મિસાયલનો ઉપયોગ કરવાની વાતનો સ્વીકાર કરાયો નથી. આ પહેલાં રશિયા યુક્રેન હુમલામાં ઈરાની ડ્રોનનો ઉપયોગ કરી ચુક્યો છે.

આ પણ વાંચોઃ ઇઝરાયલે સીરીયા પર જોરદાર હુમલા શરૂ કરી દીધા છે લેબેનોન સરહદે રહેલી શસ્ત્ર ઉત્પાદક ફેકટરી તોડી નાખી

અમેરિકાના વિદેશ વિભાગે શનિવારે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું, એન્ટની બ્લિંકન અને બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લૈમી લંડનમાં વાતચીત દરમિયાન આ વાત પર સંમત થયાં કે, 'ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ક્યારેય એટલો ઉન્નત ન હતો.' વળી, ઈરાન આ વાત પર ભાર મુકી રહ્યું છે કે, તે પરમાણુ હથિયાર બનાવવા પર વિચાર નથી કરતું, જોકે ચિંતા જરૂર વ્યક્ત કરી છે. તે ઈઝરાયેલ સાથે વધતા તણાવના જવાબમાં નિર્માણ કરી શકે છે.


Google NewsGoogle News