યુક્રેનમાં યુદ્ધ લડી રહેલા ભારતીયોની થશે સ્વદેશ વાપસી, PM મોદીની અપીલ પર પુતિનનો મોટો નિર્ણય

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
pm modi with vladimirputin


PM Modi Russia Visit: વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર કોરોના બાદ પ્રથમ વખત મોસ્કો ગયા છે. બંને વચ્ચેની આ બેઠક ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. રશિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન સેનામાં કામ કરી રહેલા ભારતીયોના સ્વદેશ પરત આવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને કહ્યું કે ભારતીયો જલદી જ દેશમાં પરત ફરશે.

શું છે સમગ્ર મામલો?

અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે ભારતીય નાગરિકોને રશિયન સેના સાથે યુક્રેન સામે લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. ભારતીયોને છેતરપિંડીથી સરહદ પર સુરક્ષા સહાયક તરીકે કામ કરવા મોકલવામાં આવી રહ્યા છે. એક રિપોર્ટથી જાણવા મળ્યું હતું કે એક એજન્ટે માહિતી આપી હતી કે નવેમ્બર 2023થી લગભગ 18 ભારતીયો રશિયા-યુક્રેન બોર્ડર પર ફસાયેલા છે. આ દરમિયાન એક વ્યક્તિનું મોત પણ થયું છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના ઘણા યુવાનો પણ આ યુદ્ધમાં ફસાયા છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રશિયામાં સંબોધન

અસદુદ્દીન ઓવૈસીએ પત્ર લખ્યો હતો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હૈદરાબાદનો એક યુવક પણ ફસાઈ ગયો હતો. યુવકે સોશિયલ મીડિયા દ્વારા ભારત સરકારને મદદ માટે અપીલ કરી હતી. જે બાદ પીડિત પરિવારે AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીનો સંપર્ક કર્યો હતો. આ અંગે ઓવૈસીએ 25 જાન્યુઆરીએ વિદેશ મંત્રી એસ જયશંકર અને મોસ્કોમાં ભારતીય દૂતાવાસને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે યુવાનોની વાપસી માટે સરકાર પાસે હસ્તક્ષેપની માંગ કરી હતી.

આ પણ વાંચો: ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા મોસ્કો પહોંચ્યા PM મોદી, એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાયું

યુક્રેનમાં યુદ્ધ લડી રહેલા ભારતીયોની થશે સ્વદેશ વાપસી, PM મોદીની અપીલ પર પુતિનનો મોટો નિર્ણય 2 - image


Google NewsGoogle News