પ્રસિદ્ધ 'જાસૂસ' વ્હેલ મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ, ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી હતી

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
પ્રસિદ્ધ 'જાસૂસ' વ્હેલ મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ, ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી હતી 1 - image
Image Twitter 

Russia Spy Beluga Whale Hvaldimir found dead : વર્ષ 2019માં સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચનારી 'હવાલ્દિમીર' નામની બેલુગા વ્હેલ નોર્વેમાં મૃત હાલતમાં મળી આવી હતી. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ 14 ફૂટ લાંબી અને 2,700 પાઉન્ડ વજન ધરાવતી વ્હેલ પાંચ વર્ષ પહેલાં કેમેરા લગાવવા માટે તૈયાર કરાયેલા ઉપકરણો સાથે જોવા મળી હતી. ત્યાર બાદ તેને ઈન્ટરનેટ પર Hvaldimir Spy Whale ઉપનામ આપવામાં આવ્યું હતું. આ ઉપકરણોને સેન્ટ પીટર્સબર્ગના નિશાન લગાવવામાં આવ્યા હતા. જે પછી મોટા પ્રમાણમાં એવી અટકળો ફેલાઈ હતી કે, આ વ્હેલ રશિયન રિકોનિસન્સ મિશનનો ભાગ હતી.

માણસો સાથે ખૂબ મિલનસાર હતી

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ રશિયન સ્પાય વ્હેલના શરીરમાં કેમેરા તેમજ અન્ય કેટલાક ઉપકરણો છુપાયેલા હતા, જેના દ્વારા કોઈપણ વિસ્તારના ફોટા અને વીડિયો લઈ શકતા હતા. આ વ્હેલ તેની આસપાસના અવાજોને પણ રેકોર્ડ કરવામાં સક્ષમ હતી. એવું કહેવાય છે કે, આ વ્હેલ માણસો સાથે ખૂબ જ મિલનસાર હતી. તેના પરથી એવું અનુમાન લગાવી શકાતુ હતું કે, તે ક્યાંક કેદમાં હતી અને તેને પોતાની આસપાસના માણસોને જોવાની આદત હતી.

શરીરમાં લગાવેલા સાધનો પર સેન્ટ પીટર્સબર્ગના નિશાન

મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયા પર લોકો તેને માત્ર હવાલ્દીમીર જાસૂસ વ્હેલના નામથી જ ઓળખતા હતા. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેના શરીરમાં લગાવવામાં આવેલા ઉપકરણો પર સેન્ટ પીટર્સબર્ગના નિશાન જોવા મળ્યા હતા. જેથી એવું કહેવાય છે કે, આ વ્હેલ રશિયાના ગુપ્ત મિશનનો ભાગ હોઈ શકે છે. જોકે, હાલમાં રશિયાએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. 

ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવ્યા પછી બીમાર પડી

આ અંગે જળ પ્રાણીઓના નિષ્ણાતોનું કહેવું છે કે, આ બેલુગા વ્હેલ ખૂબ જ ઠંડી અને બરફીલા સ્થળોએ જોવા મળે છે. આ પહેલા ઓસ્લોના કિનારેથી તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ વ્હેલ છેલ્લે ઓસ્લો ફજોર્ડના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં જોવા મળી હતી. નિષ્ણાતોનું માનવું છે કે, તે કદાચ બીમાર થઈ ગઈ હશે અને તેના કારણે તેનું મૃત્યુ થયુ હોઈ શકે છે.



Google NewsGoogle News