રશિયાએ 125 ડ્રોન વિમાન તોડી પાડયા યુક્રેનનાં શહેરો પર વણથંભી બોંબ વર્ષા ચાલે છે
- યુક્રેનમાં રહ્યું છે શું કે તેનો બચાવ કરીએ ? : ડોનાલ્ડ ટ્રમ્પ
- 24 ફેબ્રુઆરી. 2022 પછી રશિયાએ રવિવારે યુક્રેન પર કરેલો તે સૌથી પ્રચંડ બોંબ હુમલો હતો : યુક્રેને છેક મોસ્કો સુધી કરેલા ડ્રોન હુમલાનો તે વળતો ફટકો હતો
નવી દિલ્હી : હાસ્ય કલાકારમાંથી યુક્રેનના પ્રમુખ પદે પહોંચેલા ઝેલેન્સ્કીએ ધાર્યું હશે કે જેવો રશિયા અમારા ઉપર હુમલો કરશે કેતુર્ત જ પશ્ચિમ રશિયા પર તૂટી પડશે. પરંતુ હૃદયના ચોખ્ખા છતાં જાગતિ પરિસ્થિતિથી અજાણ તેવા ઝેલેન્સ્કીને શૂળીએ ચઢાવી પશ્ચિમ ખસી ગયું છે. રશિયન વિમાનો એવો વ્યાપક વિનાશ વેર્યો છે કે યુક્રેનનું એકે એક શહેર લગભગ ખંડેર બની ગયું છે. અમેરિકાન પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં પ્રમુખ પદની સ્પર્ધામાં ઊભેલા ડોનાલ્ડ ટ્રમ્પે તો કહી દીધું છે કે ત્યાં રહ્યું છે શું, કે તેનો બચાવ કરીએ ?
રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે યુક્રેનનાં ૧૨૫ વિમાનોને તોડી પાડયા છે. જુદા જુદા વિસ્તારોમાં કરાયેલા હવાઈ હુમલાનું એ પરિણામ છે. રશિયાના દક્ષિણ પશ્ચિમ વિસ્તાર સ્થિત વાસ્ગા નદીના તટે વધેલા વોલ્ગોગ્રાડ પ્રચંડ રોકેટ પ્રહારો દ્વારા યુક્રેનનાં ૬૭ ટ્રોન વિમાનો તોડી પડાયા હતા. ૧૭ ડ્રોન્સ વોરોનેઝ વિસ્તારમાં તોડી પડાયા. રશિયાના આ વિસ્તારમાં તોડી પડાયેલા ડ્રોનનો સળગતો ભંગાર એક મકાન પર પડતાં એક એપાર્ટમેન્ટ કોમ્પલેક્ષ અને એક મકાનને આગ લાગી હતી તેમ તે વિસ્તારના ગવર્નર એલેકઝાન્ડર ગુસેવે જણાવ્યું હતું. સોશ્યલ મીડીયા પર તે સળગતાં એપાર્ટમેન્ટ અને મકાન જોઈ શકાતા હતાં. જો કે તેથી કોઈ જાનહાની થઈ નથી.
આ ઉપરાંત રોસ્તોવ વિસ્તારમાં ૧૮ ડ્રોન તૂટી પડતાં વન વિસ્તારમાં આગ લાગી હતી તેમ ગવર્નર વાસિબી ગોબુબૈવે જણાવ્યું હતું.
દક્ષિણ યુક્રેનના શહેર ઝાોરઝિયામાં રાત્રે થયેલી બોંબ વર્ષાથી ૧૬ નાગરિકો ઇજાગ્રસ્ત થયા હતા. યુક્રેનના સેના અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયા હવે નવા આક્રમણની તૈયારીઓ કરી રહ્યું હોય તેમ લાગે છે.
ઝાપોરિઝિયા ઉપર કરેલા ૧૦ હવાઈ હુમલા અનેક ઊંચા મકાનો અનેક રહેણાંકના ફલેટસને નુકસાન થયું હતું. તેમ ગવર્નર ઈવાન ફેડારોવે સત્તાવાર ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ખંડેરોને નીચે ઘણા લોકો દબાયા હશે.
ઝેલેન્સ્કીએ પોસ્ટ ઠ ઉપર લખ્યું હતું કે ઝાપોરિઝિયા પર થયેલા હુમલાથી શહેરની આંતરિક વાહન વ્યવહાર સેવા ભાંગી પડી છે. આજે રશિયાએ ઝાપોરિઝિયા પર હવાઈ હુમલા કરતાં અનેક મકાનો તૂટી પડયાં છે ઘણા મહાલયો તૂટી પડયા છે. શહેરની વાહન વ્યવસ્થા ભાંગી પડી છે.