પશ્ચિમમાંથી વિશ્વાસ ઊઠી જતાં રશિયા ભારત સાથે સંબંધો મજબૂત કરવા માગે છે
- રશિયાના ચીફ ઓફ ધી જનરલ સ્ટાફ ગેરીસીમોવ કહે છે
- રશિયાની સરહદો પર અમેરિકાનાં નાટો જૂથની પ્રવૃત્તિઓ વધી રહેતાં રશિયા માટે થોડા માં થોડો વિશ્વાસ રાખવું અશક્ય બન્યું છે
મોસ્કો : પશ્ચિમમાંથી વિશ્વાસ ઉઠી જતાં રશિયા અન્ય કેટલાક દેશો સહિત ભારત સાથે સંબંધો મજબૂત કરવા માગે છે તેમ કહેતાં રશિયાના ચીફ ઓફ ધી જનરલ સ્ટાફ વેલેટી ગેરાસીમોવે અમેરિકા ઉપર સીધો આક્ષેપ મુકતાં કહ્યું હતું કે અમેરિકા વૈશ્વિક સંઘર્ષો વધારી રહ્યું છે અને વિશ્વને ફરી પાછું શીત યુદ્ધના સમયમાં ધક્કેલી રહ્યું છે. આ પરિસ્થિતિમાં રશિયા માટે ઓછામાં ઓછો વિશ્વાસ પણ પશ્ચિમમાં મુકવો અસંભવ સમાન બની ગયું છે.
તેઓએ વધુમાં વધુ કહ્યું હતું કે પશ્ચિમનાં બેવડાં ધોરણોને લીધે હવે શસ્ત્ર નિયમન સંધિ અર્થહીન બની રહી છે. પશ્ચિમ અને રશિયા વચ્ચે સહેજ પણ વિશ્વાસ નથી રહ્યો.
રશિયા અને અમેરિકા અત્યારે વિશ્વની સૌથી પ્રબળ પરમાણુ સત્તાઓ છે. બંને પાસે મળીને વિશ્વનાં ૮૦ ટકાથી વધુ પરમાણુ શસ્ત્રો છે. ૧૯૮૭ અને ૧૯૭૨ તેમ બે વખત પરમાણુ શસ્ત્ર નિયમન (બીજી વખત સુધારા સાથેની) સંધિ થઇ હતી. પરંતુ પશ્ચિમ તેને યોગ્ય રીતે અનુસરતું નથી તથા તે બેવડાં ધોરણો અપનાવે છે તેમ પણ રશિયન જનરલે કહ્યું હતું. તેઓે વધુમાં કહ્યું હતું કે એકંદરે તો શસ્ત્ર નિયમન હવે ભૂતકાળની વાત બની રહી છે. કારણ કે પશ્ચિમનાં બેવડાં ધોરણોને લીધે તે અમલી થઇ શક્તી નથી.
જનરલ ગેરાસીમોવે વધુમાં કહ્યું હતું કે પશ્ચિમમાં વિશ્વાસ નહીં રહેતાં રશિયાયે ચીન, ભારત, ઇરાન, ઉ.કોરિયા અને વેનેઝૂએલા ઉપર વધુ વિશ્વાસ રાખવાનું પસંદ કર્યું છે. ભારત સાથે સંબંધો વધુ મજબૂત બનાવવા માગે છે.
તેઓએ વધુમાં કહ્યું : 'વિશ્વાસ સિવાય પારસ્પરિક અંકુશો રાખવા અસંભવ સમાન છે. તેમ પણ તેઓએ કહ્યું હતું. તેઓનાં આ વિધાનો રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે ટાંક્યાં હતાં.'
બીજી તરફ અમેરિકા રશિયા અને ચીનને પશ્ચિમ સામેની સૌથી મોટી ભીતિ કહે છે. તે રશિયા ઉપર આક્ષેપ મુકતાં કહે છે કે ૧૯૭૨ની એન્ટી બેલાસ્ટિક મિસાઇલ્સ ટ્રીટી અને ૧૯૮૭ની ઇન્ટર મિડીયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સીસ (આઈએનએફ) ટ્રીટી તે બંને સંધિઓનો રશિયાએ ભંગ કર્યો છે. છેવટે ૨૦૧૯માં અમેરિકા ૨૦૧૯ની આઈએનએફ ટ્રીટીમાંથી ખસી ગયું હતું. તે માટે રશિયા ઉપર આક્ષેપ મુકતાં કહ્યું હતું કે તેણે તે સંધિઓનો ભંગ કર્યો હોવાથી અમે તે સંધિમાંથી ખસી જઇએ છીએ. ૨૦૦૨માં યુએસએવીએમ ટ્રીટીમાંથી પણ ખસી ગયું હતું.
૨૦૨૩માં ન્યુ સ્ટાર્ટ ટ્રીટીમાંથી પ્રમુખ પુતિને રશિયાને ખસેડી લીધું છે. તે માટે અમેરિકા દ્વારા યુક્રેનને અપાતા ટેકાનું કારણ દર્શાવાયું હતું. આમ બંને દેશો એક બીજાથી વિમુખ પૂરેપૂરા વિમુખ થતા જાય છે.