રશિયન સેનાના વિદ્રોહના સૂરથી પુતિન મુશ્કેલીમા, કહ્યુ - વ્યવસ્થા વિના માઈનસ 25 ડિગ્રી સેલ્સિયસમાં લડવુ અશક્ય
- રશિયા લશ્કરી સાધનો અને રાશનની અછતથી પીડાય છે
નવી દિલ્હી, તા. 16 જાન્યુઆરી 2023, સોમવાર
યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર રશિયન સેનાએ પુતિનને ધમકી આપી છે. વાસ્તવમાં રશિયન સૈનિકોએ વ્લાદિમીર પુતિનના નામે એક વીડિયો જારી કરીને કહ્યું છે કે અમે દુશ્મન સાથે લડતા પહેલા ખતરનાક ઠંડીનું જોખમ વેઠી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે પર્યાપ્ત રાશન અને શસ્ત્રો વિના માઈનસ 25 ડિગ્રી સેલ્સિયસમાં લડવું અશ્ક્ય છે. અમે લોકો લડાઈ પહેલા બરફમાં જામી જઈશું.
રશિયન સૈનિકોએ વ્યક્ત કરી પીડા
પશ્ચિમી અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે રશિયા લશ્કરી સાધનો અને રાશનની અછતથી પીડાય છે. તેનાથી સૌનિકોનું મનોબળ અને અસરકારક રીતે આગળ વધવાની ક્ષમતા પર પ્રભાવિત થઈ રહી છે. ખરાબ જીવનસ્તર સામે ઉભા રહીને સૈનિકોએ પુતિનને વ્યક્તિગત રીતે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ધ્યાન આપવાની માંગ કરી છે. વીડિયોમાં દેખાતા 2 ડઝનથી વધુ સૈનિકો વતી બોલતા એક રશિયન સૈનિકે કહ્યું હતું કે હવે તાપવાન માઈનસ 25 ડિગ્રી છે. અમારે અહીં બરફમાં રહેવાનું છે. તેથી રાશન અને હથિયારોની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે. રશિયન સૈનિકોએ નેતૃત્વ પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે અમારૂ નેતૃત્વ અમને સતત ધમકાવે છે. આવા વાતાવરણમાં કામ કરવું મુશ્કેલ હશે. પરિસ્થિતિને સુધારવાની જરૂર છે.
રશિયન સૈનિક કમાન્ડરના વલણથી હેરાન
રશિયન સૈનિકોએ કહ્યું હતું કે અમારા કમાન્ડર અમારી મજબૂરી સમજવા તૈયાર નથી. જ્યારે અમે વધુ રાશન અને હથિયાર ઉપલબ્ધ કરાવવાનું કહીએ છીએ ત્યારે તેઓ હાથ ઉંચા કરીને કહે છે કે આનાથી કામ ચલાવવું પડશે. દુશ્મન સામે લડતા પહેલા અમારી કંપની અહીં સમાપ્ત થઈ જશે.
હવે અમે ઉપરી અધિકારીઓના આદેશોને અવગણવા માટે મજબૂરઃ રશિયન સૈનિક
પુનઃસ્થાપન માટે વિનંતી કરતા એક સૈનિકે કહ્યું હતું કે અમારા સાથી સૈનિકો હવે પોતાના ઉપરી અધિકારીઓના આદેશોની અવગણના કરવા માટે મજબૂર થશે. તેમણે કહ્યું હતું કે સૈનિકો જરૂરી સંસાધનો હોવા છતા પણ આગળની હરોળમાં પાછા ફરશે. બહારનું તાપમાન માઈનસ 20 ડિગ્રી સેલ્યિસથી 25 ડિગ્રી સેલ્સિયલ છે. તેથી હવે બધી આશા તમારા પર છે. બહેનો અને ભાઈઓ આ માહિતીને વધુને વધુ ફેલાવો. તમે અમારી એકમાત્ર આશા છો.