રશિયાએ યુક્રેનના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો કર્યો, ઝેલેન્સ્કીનો મોટો દાવો
Russia Drone Attack on nuclear Plant Of Ukraine: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક મોટો દાવો કરતાં કહ્યું કે રશિયાએ ચેર્નોબિલમાં પરમાણુ રિએક્ટર પર ડ્રોન વડે હુમલો કર્યો છે. આ ડ્રોન પરમાણુ પ્લાન્ટના કવચ પર આવીને પડ્યો હતો. ઝેલેન્સ્કીએ આ ઘટનાને આતંકી હુમલો ગણાવી અને કહ્યું કે આવી રીતે પરમાણુ સ્થળને નિશાન બનાવા ખતરનાક સાબિત થઇ શકે છે. જોકે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ હુમલાની પુષ્ટી કરી હતી. ફાયર સેફ્ટી અધિકારીઓએ આ હુમલા બાદ તાત્કાલિક ધોરણે એક્શન લેતાં આગને કાબૂમાં લીધી હતી.
ચિંતાનો વિષય કેમ?
રશિયા સામેના યુદ્ધને કારણે યુક્રેનમાં આવેલા પરમાણુ પ્લાન્ટની સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે. ઝેલેન્સ્કી પણ કહી ચૂક્યા છે કે ન્યૂક્લિયર પ્લાન્ટની સુરક્ષાના જોખમોને ધ્યાનમાં રાખી બેદરકારી ચલાવી લેવાય તેમ નથી. એટલા માટે સૈન્યને આઈએઈએને હંમેશા હાઈએલર્ટ પણ રહેવું જોઈએ.