સુપરપાવરની લિસ્ટમાં હોવું જોઈએ ભારતનું નામ: પુતિને કર્યા વખાણ, હથિયારો મુદ્દે પણ આપ્યું મોટું નિવેદન
Putin Backs India as Global Superpower: રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમિર પુતિને કહ્યું કે, ભારત વૈશ્વિક મહાશક્તિઓની યાદીમાં સામેલ થવાનો હકદાર છે, કારણકે તેની અર્થવ્યવસ્થા વર્તમાનમાં કોઈપણ અન્ય દેશની તુલનામાં ઝડપથી વધી રહી છે. સોચીમાં 'વલ્દાઈ ડિસ્કશન ક્લબ'ના સત્રને સંબોધિત કરતાં પુતિને ગુરૂવારે (7 નવેમ્બર) કહ્યું, 'દુનિયાને જોવું જોઈએ કે, ભારતીય સશસ્ત્ર દળો પાસે કેટલા પ્રકારના રશિયન લશ્કરી શસ્ત્રો સેવામાં છે? આ સંબંધમાં ઘણી હદ સુધી વિશ્વાસ છે. અમે ભારતને ફક્ત પોતાના હથિયાર નથી વેચતા, અમે મળીને તેને ડિઝાઇન કરીએ છીએ.'
પુતિને કહ્યું કે, ભારત સાથે રશિયા તમામ દિશાઓમાં સંબંધ વિકસિત કરી રહ્યું છે અને દ્વિપક્ષીય સંબંધોમાં એકબીજા પર બંને દેશોને ઊંડો વિશ્વાસ છે. દોઢસો કરોડની વસતી, દુનિયાની તમામ અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી પ્રગતિ, પ્રાચીન સંસ્કૃતિ અને ભવિષ્યમાં વિકાસની ખૂબ સારી સંભાવનાઓના કારણે ભારતને બેશક મહાશક્તિઓની યાદીમાં સામેલ કરવું જોઈએ.
દરેક પ્રકારે ભારતના સંબંધોનો વિસ્તાર
ભારતને મહાન દેશ જણાવતા પુતિને કહ્યું, 'અમે ભારત સાથે તમામ દિશાઓમાં સંબંધ વિકસિત કરી રહ્યાં છીએ. ભારત એક મહાન દેશ છે. હવે જનસંખ્યાના મામલે સૌથી મોટો દેશ છે, જ્યાંની વસતી 150 કરોડ છે અને સાથે જ જ્યાં દર વર્ષે વસતીમાં એક કરોડની વૃદ્ધિ થાય છે. ભારત આર્થિક પ્રગતિમાં દુનિયાનું નેતૃત્વ કરી રહ્યું છે. અમારો સહયોગ પણ દર વર્ષે અનેક ગણો વધી રહ્યો છે.'
સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને કેવી રીતે જુએ છે રશિયા?
રશિયાના પ્રમુખે કહ્યું કે, સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રમાં ભારત તેમજ રશિયાની વચ્ચે સંપર્ક વિકસિત થઈ રહ્યા છે. જુઓ કેટલાં પ્રકારે રશિયાના સૈન્ય ઉપકરણ ભારતીય સશસ્ત્ર દળોની સેવામાં છે. અમને આ સંબંધમાં ઘણી હદ સુધી વિશ્વાસ છે. અમે ભારતને ફક્ત અમારા હથિયાર નથી વેચતા, અમે તેને સંયુક્ત રૂપે ડિઝાઇન પણ કરીએ છીએ.'
બ્રહ્મોસ મિસાઇલ પર કરી વાત
પુતિને મિસાઇલના રૂપે બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ પરિયોજનાનો ઉલ્લેખ કર્યો. પુતિને કહ્યું, 'હકીકતમાં અમે મિસાઇલ ત્રણ વાતાવરણોમાં ઉપયોગ માટે યોગ્ય બનાવી છે. હવામાં, સમુદ્રમાં અને જમીન પર. આ પ્રોજેક્ટ્સ ભારતના સુરક્ષા લાભ માટે છે. આ પ્રોજેક્ટ ઉચ્ચ સ્તરના આપસી વિશ્વાસ અને સહયોગને દુનિયાની સામે લાવે છે. તેથી અમે નજીકના ભવિષ્યમાં પણ તેને શરૂ રાખીશું અને મને આશા છે કે, દૂર ભવિષ્યમાં પણ આવું કરવાનું શરૂ રાખીશું.'
પુતિને ભારત અને ચીન વચ્ચે સીમા પર અમુક મુશ્કેલીઓનો સ્વીકાર કર્યો. જોકે, તેઓએ કહ્યું કે, પોતાના રાષ્ટ્રના ભવિષ્યને ધ્યાને રાખી બુદ્ધિમાન અને સક્ષમ લોકો સમજોતાની તલાશમાં છે અને આખરે તેઓ તેનો ઉકેલ શોધી લેશે.