Get The App

યુક્રેનમાં ભારતની ફાર્મા કંપનીનું ગોડાઉન મિસાઈલ એટેકમાં નષ્ટ, કીવે કટાક્ષમાં કહ્યું - આ કેવી મિત્રતા?

Updated: Apr 13th, 2025

GS TEAM


Google News
Google News
યુક્રેનમાં ભારતની ફાર્મા કંપનીનું ગોડાઉન મિસાઈલ એટેકમાં નષ્ટ, કીવે કટાક્ષમાં કહ્યું - આ કેવી મિત્રતા? 1 - image


Russia Attack on Indian Pharma Company medicine Godown : રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે એક માઠા સમાચાર સામે આવ્યા. યુક્રેનની રાજધાની કીવમાં રશિયાના મિસાઈલ હુમલામાં એક ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીનું ગોડાઉન લપેટમાં આવી જતાં નષ્ટ થઈ ગયું હતું. આ દાવો દિલ્હીમાં આવેલા યુક્રેનના દૂતાવાસે કર્યો હતો. 



યુક્રેનના દૂતાવાસે શું કહ્યું? 

યુક્રેનના દૂતાવાસ દ્વારા કરાયેલી ટ્વિટ અનુસાર રશિયાના ભારત સાથે વિશેષ સંબંધ છતાં જાણીજોઇને ભારતીય એકમને નિશાન બનાવાયું. હુમલામાં દવાનું ગોડાઉન નષ્ટ થયું. આ ભારતની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીનું ગોડાઉન હતું. રશિયા બાળકો અને વૃદ્ધો માટે બનાવેલી દવાઓનો નાશ કરી રહ્યું છે. 

યુક્રેનમાં ભારતની ફાર્મા કંપનીનું ગોડાઉન મિસાઈલ એટેકમાં નષ્ટ, કીવે કટાક્ષમાં કહ્યું - આ કેવી મિત્રતા? 2 - image

બ્રિટનના રાજદૂતે પણ કરી પુષ્ટી 

જોકે હજુ સુધી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની તરફથી આ મામલે કોઈ રિએક્શન સામે આવ્યું નથી. બીજી બાજુ યુક્રેનમાં બ્રિટનના રાજદૂત માર્ટિન હેરિસે પણ એક્સ પર પોસ્ટ કરતાં યુક્રેની એમ્બેસીના દાવાની પુષ્ટી કરી હતી કે એક ભારતીય કંપનીના દવાના ગોડાઉનને નિશાન બનાવાયું છે.  યુક્રેનના નાગરિકો વિરુદ્ધ રશિયાનો આતંક યથાવત્ છે. 

  

Tags :