યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાનું મોટું પગલું, ન્યૂક્લિયર સબમરીનથી બેલેસ્ટિક મિસાઈલનું કર્યું પરીક્ષણ

સબમરીન ઈમ્પેરેટર એલેક્ઝાન્ડર-3એ પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ બુલાવા બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું

પુતિને ઈમ્પેરેટર એલેક્ઝાન્ડર 3 સબમરીન લોન્ચિંગ સમારોહમાં હાજરી આપી હતી

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાનું મોટું પગલું, ન્યૂક્લિયર સબમરીનથી બેલેસ્ટિક મિસાઈલનું કર્યું પરીક્ષણ 1 - image

બોરેઈ ક્લાસ સબમરીન 16 બુલાવા મિસાઈલ અને આધુનિક ટોર્પિડો વોરહેડ્સથી સજ્જ છે. રશિયન મીડિયાએ જણાવ્યું કે, પુતિને ઈમ્પેરેટર એલેક્ઝાન્ડર 3 સબમરીન લોન્ચિંગ સમારોહમાં હાજરી આપી હતી.

એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને બીજી તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પણ ભીષણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. દરમિયાન રશિયાની પરમાણુ સંચાલિત સબમરીન ઈમ્પેરેટર એલેક્ઝાન્ડર-3એ પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ બુલાવા બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. 

રશિયાના સંરક્ષણ મંત્રાલયે જાહેર કર્યું નિવેદન

રશિયન સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેલિસ્ટિક મિસાઇલ ટેસ્ટિંગ એ પરીક્ષણનું અંતિમ તત્વ છે, ત્યારબાદ ક્રુઝરને નેવીમાં સામેલ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. રાષ્ટ્રપતિ પુતિન પરમાણુ શક્તિમાં સતત વધારો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ બધુ સુરક્ષા સંબંધિત ખતરાનો સામનો કરવા માટે અમે કરી રહ્યા છીએ.

રશિયાના અન્ય દેશો સાથે સંબંધો બગડ્યાં 

જ્યારથી પુતિને યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચેના સંબંધો નીચા સ્તરે પહોંચી ગયા છે. રશિયા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ મિસાઈલને રશિયાના ઉત્તરી કિનારે સફેદ સમુદ્રમાં પાણીની અંદર છોડવામાં આવી હતી. ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલે રશિયાના દૂર પૂર્વમાં કામચાટકા દ્વીપકલ્પ પરના લક્ષ્યને સચોટ રીતે નિશાન બનાવ્યું હતું.   આ દરમિયાન મિસાઈલે હજારો કિલોમીટરનું અંતર કાપ્યું હતું. જો કે, મંત્રાલયે એ જણાવ્યું નથી કે આ પરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું.

બુલાવા મિસાઈલની વિશેષતા શું છે?

બોરેઈ ક્લાસ સબમરીન 16 બુલાવા મિસાઈલ અને આધુનિક ટોર્પિડો વોરહેડ્સથી સજ્જ છે. રશિયન મીડિયાએ જણાવ્યું કે પુતિને ડિસેમ્બરમાં ઈમ્પેરેટર એલેક્ઝાન્ડર 3 સબમરીન લોન્ચ કરવાના સમારોહમાં હાજરી આપી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર નેવી પાસે બોરી ક્લાસની ત્રણ પરમાણુ સંચાલિત સબમરીન છે. એકનું પરીક્ષણ પૂર્ણ થયું છે. ત્રણ હાલમાં નિર્માણાધીન છે. બુલાવા મિસાઈલની વાત કરીએ તો તે 12 મીટર લાંબી છે, જેની રેન્જ લગભગ 8000 કિમી છે. તે પોતાની સાથે 6 પરમાણુ હથિયારો લઈ જઈ શકે છે. આ રશિયન નેવીની મોટી તાકાત છે.

શું રશિયા ફરીથી પરમાણુ પરીક્ષણ કરશે?

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે વૈશ્વિક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ માટે રશિયાના સમર્થનને રદ કરતા બિલ પર હસ્તાક્ષર કર્યા. મોસ્કોએ કહ્યું કે અમેરિકા સાથે સમાનતા સ્થાપિત કરવા માટે આ પગલું જરૂરી છે. પુતિને જણાવ્યું હતું કે વ્યાપક પરમાણુ-પરીક્ષણ-પ્રતિબંધ સંધિ, જેને CTBT તરીકે પણ ઓળખવામાં આવે છે તેના માટે સમર્થન રદ કરવું એ અમેરિકા દ્વારા લેવામાં આવેલા વલણને "પ્રતિબિંબિત" કરશે, જેણે પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે પરંતુ સંસદે તેને મંજૂરી આપી નથી. રશિયન સંસદના બંને ગૃહોએ ગયા મહિને બિલની રશિયાની મંજૂરીને રદ કરવા માટે મતદાન કર્યું હતું.



Google NewsGoogle News