પાસપોર્ટ, વિઝા અને ટિકિટ વગર પ્લેનમાં રશિયાથી અમેરિકા પહોંચી ગયો આ મુસાફર, તપાસ એજન્સીઓ પણ હેરાન
4 નવેમ્બરેના રોજ લોસ એંજિલ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો હતો આ શખ્સ
શંકાસ્પદ વ્યક્તિએ પ્લેનમાંથી પાસપોર્ટ,વીઝા ચોરી કરવાનો આરોપ લગાવ્યો
Image Envato |
તા. 13 ડિસેમ્બર 2023, બુધવાર
જ્યારે પણ કોઈને વિદેશ પ્રવાસ કરવો હોય તો તેના માટે પાસપોર્ટ, વીઝા અને તેની ટિકિટ ફરજીયાત જરુર પડે છે. પરંતુ તાજેતરમાં જ રશિયાના એક વ્યક્તિએ તો કમાલ કરી દીધી. તે વગર પાસપોર્ટ, વીઝા અને ટિકિટ વગર અમેરિકા પહોચી ગયો. રિપોર્ટ પ્રમાણે આ ઘટનાની શરુઆત કોપેનહેગેનથી થઈ હતી.
4 નવેમ્બરેના રોજ લોસ એંજિલ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો હતો આ શખ્સ
માહિતી પ્રમાણે રશિયા અને ઈઝરાયેલની નાગરિકતા ધરાવતો શખ્સ સર્ગેઈ બ્લાદિમીરોવિચ ઓચિગાવાના સ્કેંડિનેવિયાઈ એયરલાઈન્સમાં કોપેનહેગનથી રવાના થઈને 4 નવેમ્બરેના રોજ લોસ એંજિલ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો હતો. તેની પાસે કોઈ પાસપોર્ટ વીઝા નહોતા અને ન તો કોઈ પેસેન્જર લીસ્ટમાં તેનુ નામ જોવા મળ્યું. એટલે હવે સવાલ એ થાય છે કે, ક્યાક આ શખ્સ ટાઈમ ટ્રાવેલર છે.
જ્યારે ઓફિસરોએ આ શખ્સની બેગ તપાસી તો તેમાથી તેના રશિયા અને ઈઝરાયેલના ઓળખપત્ર મળ્યા હતા. પરંતુ તેમા કોઈ પાસપોર્ટ નહોતો. કોપનહેગન ઓથોરિટીએ જણાવ્યું કે, આ મામલે અમે ખૂબ ગંભીર છીએ, તપાસ કરતા અધિકારીએ કોપનહેગન એરપોર્ટને તેના ફોટો અને વીડિયો સામગ્રી મોકલી છે. તેમજ અમારી સુરક્ષા વ્યવસ્થા સુધારોમાં બની શકે તેટલી કડક વ્યવસ્થા બાબતે પગલા લઈશું.
આ રહસ્યમયી મામલે FBI તપાસ કરશે
આ મામલે મળતી માહિતી અનુસાર, એક એજન્ટે આ બાબતે પુષ્ટિ કરી છે, કે શંકાસ્પદ વ્યક્તિએ પ્લેનમાંથી પાસપોર્ટ,વીઝા ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો, તેને હાલમાં પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. ફરિયાદ દાખલ કરનાર FBI એજન્ટ કેરોલિન વોલિંગે 5 નવેમ્બરના રોજ ઓચિગાવા સાથે મુલાકાત દરમ્યાન કેટલીક માહિતી આપી હતી, જેમા તેણે કહ્યું કે, તે કોઈ ખૂબ મુંઝવણમાં હતો, તેમજ છેલ્લા ત્રણ દિવસોથી સુતો પણ નથી, અને તેને એ પણ યાદ નથી કે વગર ટિકિટે વિમાનમાં કેવી રીતે ચડી ગયો.