રશિયાએ ભારતીયો માટે શરૂ કરી આ ખાસ સુવિધા, ટૂરિસ્ટ અને વિદ્યાર્થીઓને થશે ફાયદો

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
રશિયાએ ભારતીયો માટે શરૂ કરી આ ખાસ સુવિધા, ટૂરિસ્ટ અને વિદ્યાર્થીઓને થશે ફાયદો 1 - image


                                                             Image Source: Facebook

મોસ્કો, તા. 02 નવેમ્બર 2023 ગુરૂવાર

રશિયા તરફથી ભારતીયોને મોટી ભેટ આપવામાં આવી છે. રશિયાની સરકારે પોતાની નાણાકીય સંસ્થાનોમાં ભારતીયોને બેન્ક એકાઉન્ટ ખોલવાના નિયમોમાં છુટછાટ આપી છે. રશિયન સરકારના આ નિર્ણય બાદ ભારતીયો સરળતાથી રશિયામાં બેન્ક એકાઉન્ટ ખોલી શકશે. તેનો ફાયદો રશિયા જતા ટૂરિસ્ટ અને વિદ્યાર્થીઓને થશે. 

રશિયન એમ્બેસીએ સોશિયલ મીડિયા પર આપી જાણકારી

ભારતમાં રશિયન એમ્બેસી તરફથી આ મુદ્દે એક પોસ્ટ શેર કરવામાં આવી જેમાં કહેવામાં આવ્યુ છે કે અમને એ એલાન કરતા ખુશી થઈ રહી છે કે રશિયન સરકાર તરફથી ભારતીયો માટે રશિયન નાણાકીય સંસ્થાનોમાં બેન્ક એકાઉન્ટ ખોલવાના નિયમોને સરળ કરી દેવાયા છે. રિમોટલી સરળતાથી રશિયન બેન્કમાં ખાતુ ખોલાવીને રૂપિયા ડિપોઝિટ કરી શકાશે.

ભારતીયો માટે શરૂ કરી આ સુવિધા

પહેલી પોસ્ટને કોટ કરતા રશિયન એમ્બેસી દ્વારા કહેવામાં આવ્યુ છે કે જ્યારે પણ કોઈ ભારતીય રશિયા આવશે. હવે સરળતાથી પાર્ટનર રશિયન બેન્કમાં જઈને બેન્ક કાર્ડ લઈ શકે છે અને નાણાકીય લેવડદેવડ શરૂ કરી શકે છે. આ સુવિધા ખાસકરીને ભારતીય ટૂરિસ્ટ અને વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે.

દર વર્ષે મોટી સંખ્યામાં ટૂરિસ્ટ અને વિદ્યાર્થી રશિયા જાય છે

ભારતથી દર વર્ષે મોટી સંખ્યામાં ટૂરિસ્ટ અને વિદ્યાર્થી રશિયા ફરવા અને ભણવા જાય છે. રશિયા તરફથી ભારતીયો માટે ઈ-વીઝાની સુવિધા આપવામાં આવી રહી છે, જેનાથી છેલ્લા અમુક સમયમાં ત્યાં જનારા ભારતીયોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ભારતથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવા રશિયા જાય છે. વધુ વિદ્યાર્થીઓ રશિયા મેડીકલના અભ્યાસ માટે જાય છે. મેડીકલ ક્ષેત્રે રશિયન યુનિવર્સિટીની રેન્કિંગ વૈશ્વિક સ્તરે ખૂબ સારી છે.


Google NewsGoogle News