Get The App

મસ્કને પુતિનનો જડબાતોડ જવાબ… રશિયાએ લોન્ચ કર્યું ‘સ્ટારલિંક કિલર’, યુક્રેનને થશે સૌથી વધુ નુક્સાન

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
મસ્કને પુતિનનો જડબાતોડ જવાબ… રશિયાએ લોન્ચ કર્યું ‘સ્ટારલિંક કિલર’, યુક્રેનને થશે સૌથી વધુ નુક્સાન 1 - image


Russia Launch Starlink Killer System: રશિયાએ હાલમાં જ એક નવી સિસ્ટમ લોન્ચ કરી છે જેને કલિંકા નામ આપવામાં આવ્યું છે. એને ‘સ્ટારલિંક કિલર’ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે. વલાદિમિર પુતિન દ્વારા બિલિયોનેર બિઝનેસમેન ઇલોન મસ્કને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હોય એમ લાગી રહ્યું છે. ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સની ‘સ્ટારલિંક’ના સિગ્નલમાં અવરોધ પેદા કરવા માટે આ નવી સિસ્ટમ બનાવવામાં આવી છે. 2022ની ફેબ્રુઆરીથી, જે દિવસથી યુક્રેન પર રશિયાએ યુદ્ધ જાહેર કર્યું છે, ત્યારથી લઈને આજ સુધી સ્ટારલિંકનો ઉપયોગ યુક્રેનની મિલિટરી સર્વિસ કરી રહી છે. યુક્રેન દ્વારા સ્ટારલિંકના સિગ્નલનો ઉપયોગ કરી રશિયા પર આટેક કરવામાં આવી રહ્યો છે. આથી, રશિયાએ એવી સિસ્ટમ बनाई છે કે જે સ્ટારલિંકના ટર્મિનલ પાસેથી મળતાં સિગ્નલમાં અવરોધ ઊભા કરી શકે.

કલિંકા સિસ્ટમ

રશિયાના સેન્ટર ફોર અનમેન્ડ સિસ્ટમ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કલિંકા સિસ્ટમ બનાવવામાં આવી છે. આ સિસ્ટમનો ઉપયોગ સ્ટારલિંકના સિગ્નલને શોધી એમાં અવરોધ ઊભા કરવામાં મદદ કરશે.

ડિટેક્શન રેન્જ

રશિયાના સેન્ટર ફોર અનમેન્ડ સિસ્ટમ એન્ડ ટેક્નોલોજીના ચેરમેન એન્ડ્રે બેઝ્રુકોવે કહ્યું હતું કે "કલિંકા પંદર કિલોમીટર દૂરથી જ સ્ટારલિંક સાથે કનેક્ટ હોય એવા અનમેન્ડ એરિયલ અને ડ્રોન્સને ઓળખી કાઢશે." આ સિસ્ટમને યુક્રેનમાં યુદ્ધ દરમિયાન હવે ટેસ્ટ પણ કરવામાં આવી રહી છે.

ટેક્ટિકલ એડ્વાન્ટેજ

કલિંકા સિસ્ટમ રશિયાને સ્ટારલિંક ટર્મિનલને ઓળખવામાં મદદ કરશે. એના કારણે યુક્રેનની મિલિટરી ઓપરેશનને અટકાવી શકાશે. ખાસ કરીને ડ્રોન દ્વારા રશિયા પર જે સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે એને અટકાવી શકાશે.

મસ્કને પુતિનનો જડબાતોડ જવાબ… રશિયાએ લોન્ચ કર્યું ‘સ્ટારલિંક કિલર’, યુક્રેનને થશે સૌથી વધુ નુક્સાન 2 - image

ઇન્ટીગ્રેશન

કલિંકા સિસ્ટમનો સમાવેશ એક નહીં, પરંતુ વિવિધ પ્લેટફોર્મ પર કરવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમને બોટ, જેટ સ્કી, હેલિકોપ્ટર્સ અને અન્ય પર રાખવામાં આવી રહી છે. આ કારણસર, એની વિવિધ જગ્યાઓથી સિગ્નલ મેળવી શકાય છે.

પ્રોડક્શન

હાલમાં, કલિંકાનું ખૂબ જ નાનાં સ્તરે પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. તે કેટલી સફળ છે અને એની ડિમાન્ડ કેટલી છે તે રશિયાની આર્મીની જરૂરિયાતોને આધારે પ્રોડક્શન કરવામાં આવશે.

યુક્રેનની આર્મીમાં સ્ટારલિંકનો ઉપયોગ

2022ની ફેબ્રુઆરીમાં આ યુદ્ધની શરૂઆત થઈ હતી. ત્યારથી લઈને આજ સુધી, યુક્રેન માટે સ્ટારલિંકના ટર્મિનલ ખૂબ જ મહત્વના રહ્યાં છે. જે પણ વિસ્તારમાં નેટવર્ક ન હોય, એ વિસ્તારમાં પણ સ્ટારલિંકની મદદથી કોમ્યુનિકેશન કરવામાં આવતું અને ત્યાં ડ્રોન દ્વારા ઓપરેશન કરવામાં આવતા હતા. યુક્રેનની આર્મી માટે આ ખૂબ જ મહત્વનું ટૂલ રહ્યું છે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ પર 2024ની રીકેપ કોલાજ સ્ટોરી કેવી રીતે બનાવશો એ જાણો

દુનિયાભરમાં ચિંતાનો વિષય

કલિંકા ફક્ત યુક્રેન માટે જ ચિંતાનો વિષય નથી. ઘણાં દેશો માટે આ ચિંતાનો વિષય છે. તો ઘણાં દેશો માટે કલિંકા ફાયદાકારક પણ બની શકે છે. યુદ્ધમાં સ્ટારલિંકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાથી એ ઘણાં દેશો માટે ચિંતાનો વિષય હતો. ખાસ કરીને ચીન માટે. ચીનની આર્મીની રડાર પર પણ સ્ટારલિંક છે. ચીન પણ સ્ટારલિંકના સિગ્નલને બ્લોક કરવા માટેની સિસ્ટમ બનાવવા પર મહેનત કરી રહ્યું છે. શક્ય છે કે તેઓ રશિયાની મદદ પણ લે.


Google NewsGoogle News