પુતિને આપ્યો મોટો આદેશ: હવે દુનિયાની બીજી સૌથી મોટી સેના ધરાવતો દેશ બનશે રશિયા, USA પછડાયું
Putin orders Russian Army: રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને એક આદેશ આપ્યો છે. જેમાં રશિયન સેનામાં જવાનોની સંખ્યા વધારીને 2,389,130 કરવાની વાત કહેવામાં આવી છે. આ ઉપરાંત 15 લાખ એક્ટિવ મિલિટરી પર્સનલ પણ હશે. આ આદેશ બાદ રશિયા અમેરિકાને પાછળ છોડીને વિશ્વની બીજી સૌથી મોટી સેના બની જશે.
આ પાંચ દેશ સૌથી મોટી સેના ધરાવે છે
અહેવાલો અનુસાર, એક્ટિવ સૈનિકોના આધારે વિશ્વની પાંચ સૌથી મોટી સેનાઓની રેન્કિંગમાં ચીન પહેલા સ્થાને છે. ચીનમાં 20.35 લાખ એક્ટિવ સૈનિકો છે. રશિયા 15 લાખ એક્ટિવ સૈનિકો સાથે બીજા સ્થાને છે. ભારત 14.55 લાખ એક્ટિવ સૈનિકો સાથે ત્રીજા સ્થાને છે. અમેરિકા 13.28 લાખ એક્ટિવ સૈનિકો સાથે ચોથા સ્થાને છે અને ઉત્તર કોરિયા 13.2 લાખ એક્ટિવ સાથે પાંચમા સ્થાને છે.
પુતિને ત્રીજી વખત સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો
યુક્રેન પર હુમલા બાદ રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને ત્રીજી વખત પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કરવા જઈ રહ્યા છે. આ વખતે લગભગ 1.80 લાખ જવાનોને સેનામાં સામેલ કરવામાં આવશે. આ પહેલા આ વર્ષે જૂનમાં પુતિને સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો હતો.
આ પણ વાંચો: ન્યૂયોર્કમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો: સ્પ્રેથી અપશબ્દો લખ્યા, ભારતે કર્યો વિરોધ
રશિયાના લગભગ 7 લાખ સૈનિકો યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યા છે. યુક્રેન સાથેના યુદ્ધ માટે 3 લાખ સૈનિકોને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. રશિયા હાલમાં સેનામાં વોલેન્ટિયરની ભરતી કરી રહ્યું છે. તેમને ખૂબ જ સારો પગાર અને અનેક પ્રકારની ઑફર્સ આપવામાં આવી રહી છે.
રશિયાને ઘણું નુકસાન થયું છે
વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ રશિયા યુક્રેન કરતાં ત્રણ ગણું મોટું છે. પરંતુ કિવની સેના રશિયાને જોરદાર ટક્કર આપી રહી છે. આના કારણે રશિયાને પણ ઘણું નુકસાન થયું છે. એટલા માટે રશિયા સેના વિશે સાચી માહિતી આપતું નથી. રશિયન સેના હાલમાં પૂર્વ યુક્રેનને અડીને આવેલી 1000 કિ.મી. લાંબી સરહદની સુરક્ષામાં લાગેલા છે. તે યુક્રેનના સૈનિકો અને તેમની સાથે લડી રહેલા નાટો સૈનિકોને પીછેહઠ કરવામાં વ્યસ્ત છે. ખાસ કરીને કુર્સ્ક વિસ્તારમાં.