કુર્સ્કમાંથી યુક્રેન સૈનિકોને ખદેડવા રશિયા સક્ષમ છે, ક્રેમલિન પ્રવકતાની સ્પષ્ટતા

રશિયા એક મહાસત્તા હોવા છતાં પોતાનો વિસ્તાર છોડાવી શકયું નથી.

કુર્સ્ક ક્ષેત્રને જોડતા ત્રણેય પૂલ ઉડાવી દઇને રશિયાની મુશ્કેલી વધારી છે.

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
કુર્સ્કમાંથી યુક્રેન સૈનિકોને ખદેડવા રશિયા સક્ષમ છે, ક્રેમલિન પ્રવકતાની સ્પષ્ટતા 1 - image


મોસ્કો,૭ સપ્ટેમ્બર,૨૦૨૪,શનિવાર 

થોડાક સમય પહેલા યુક્રેનના સૈનિકોએ રશિયાના કુર્સ્ક ક્ષેત્ર પર હુમલો કરીને સરહદી વિસ્તારો પર કબ્જો લીધો હતો. રશિયાના આ ક્ષેત્ર પર હજુ પણ યુક્રેનનું નિયંત્રણ છે. યુક્રેન સામે રશિયા એક મહાસત્તા હોવા છતાં પોતાનો વિસ્તાર છોડાવી શકયું નથી. યુક્રેની સેના અંદાજે ૩૦ કિમી જેટલા વિસ્તારમાં ઘૂસેલી છે. યુક્રેને તો એવો પણ દાવો કર્યો હતો કે યુક્રેની સેનાએ રશિયાના કુર્સ્કમાં સૈનિક અડ્ડો પણ બનાવી લીધો છે.

યુક્રેની સેનાએ કુર્સ્ક ક્ષેત્રને જોડતા ત્રણેય પૂલ ઉડાવી દઇને રશિયાને મુશ્કેલી વધારી છે. આવી સ્થિતિમાં પશ્ચિમી મીડિયામાં રશિયાની સતત ટીકા કરી રહયું હતું કે રશિયા પાસે યુક્રેન સામે લડવા માટે પુરતું સૈન્ય બળ અને સંસાધનો નથી. આ અંગે  રશિયાએ સ્પષ્તા કરી છે કે યુક્રેનના સૈનિકોને કુર્સ્ક ક્ષેત્રમાંથી હાંકી કાઢવાની અને બેલગોરોડનું રક્ષણ કરવાની પુરતી તાકાત ધરાવે છે.

ક્રેમલિનના પ્રવકતા દિમિત્રી પેસકોવના જણાવ્યા અનુસાર રશિયા પાસે લડવા માટે પુરતી સૈનિકો અને શસ્ત્રો છે. કુર્સ્ક ક્ષેત્ર આસપાસના સરહદી વિસ્તારોમાં રશિયાએ અગાઉ ચલાવેલા સૈન્ય અભિયાનોમાં યુક્રેનના ૧૦૪૦૦ થી વધુ સૈનિકો માર્યા ગયા છે. ૮૦ થી વધુ ટેન્કો નષ્ટ થઇ છે. રશિયાના ચીફ ઓફ જનરલ સ્ટાફ વાલેરી ગેરાસિમોવે દાવો કર્યો હતો કે ગત ૬ ઓગસ્ટના રોજ યુક્રેની સૈનિકોએ કુર્સ્ક ક્ષેત્રમાં કબ્જો કરવાના ઉદ્દેશથી આક્રમક અભિયાન શરુ કર્યુ હતું પરંતુ રશિયન સેનાએ જવાબી કાર્યવાહી કરીને યુક્રેનને અટકાવી દીધું છે.



Google NewsGoogle News