રશિયા પાસે દુનિયામાં સૌથી 5889 વધુ અણુ શસ્ત્રો, યુક્રેનમાં અણુ પ્રયોગની શક્યતા કેટલી ?
યુક્રેનમાં ભયાનક માનવીય ત્રાસદીની તૈયારીઓ કરવામાં આવી છે.
રશિયાએ પરમાણુ શસ્ત્રોની ધમકી અનેક વાર આપી ચુકયું છે.
મોસ્કો, 7 ઓગસ્ટ, 2024,સોમવાર
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ 950 દિવસ કરતા પણ વધુ ચાલ્યું છે તેમ છતાં અટકવાનું નામ લેતું નથી. રશિયાએ યુક્રેન પર સૈન્ય કાર્યવાહી કરી જેનો યુક્રેન આર્મીએ આક્રમક જવાબ આપ્યો છે એટલું જ નહીં રશિયા સરહદ પાર કરીને પણ હુમલા કર્યા છે. થોડાક દિવસો પહેલા યુક્રેને રશિયાના શસ્ત્ર ભંડાર પર ડ્રોન એટેક કર્યો હતો. હુમલો એટલો ભયંકર હતો કે 6 કિમી સુધી આગની જવાળાઓ ફેલાઇ હતી.
યુક્રેની સૈનિકોના આ કારનામાની રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ ખૂબ પ્રશંસા કરી હતી. રશિયા યુક્રેન યુદ્ધ જીતવા ઇચ્છે છે પરંતુ પશ્ચિમી દેશોની મદદ અને સમર્થનના લીધે યુક્રેન યુદ્ધ મોરચે ટકી રહ્યું છે. મિલિટરી ઓપરેશનમાં રશિયાએ ખૂબ આર્થિક ખૂવારી વેઠવી પડી છે. મિલિટરી શસ્ત્ર સરંજામ અને સૈનિકો પણ ગુમાવવા પડયા છે. આવા સંજોગોમાં રશિયાએ પરમાણુ શસ્ત્રોની ધમકી અનેક વાર આપી ચુક્યું છે.
રશિયા પાસે દુનિયામાં સૌથી 5889 વધુ અણુ શસ્ત્રો છે. જો કે અનેક પરમાણુ ધમકીઓ પછી રશિયાએ હવે પરમાણુ હુમલો કરવાની ઇચ્છતું નથી એવી સ્પષ્ટતા કરી છે. મોસ્કો ખાતેના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ એન્ડ કોઓપરેશનના સંસ્થાપક એલેકસી માલિનિનના જણાવ્યા અનુસાર રશિયાનો દ્રષ્ટીકોણથી જો દુશ્મન માટે કોઇ વિકલ્પ નહી બચે તો આવી પરિસ્થિતિમાં રશિયા પોતાની પરમાણુ શકિ્તના ઉપયોગ અંગે પુનર્મુલ્યાંકન કરી શકે છે.
રશિયા પરમાણુ ઉપયોગ કરવાના પરિણામોની ગંભીરતાને સમજે છે. આથી રશિયા પરમાણુ ઉપયોગથી બચવાની કોશિષ કરી રહયું છે. રશિયાના અને ખાસ કરીને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ટીકાકારો માને છે કે પરમાણુ હુમલો ના કરે તો પણ યુક્રેનમાં ભયાનક માનવીય ત્રાસદીની તૈયારીઓ કરવામાં આવી છે. પુતિનની ચેતવણીઓ પરથી શકયતાને બળ મળે છે. પુતિન એવી સ્પષ્ટ ચેતવણી આપી ચુક્યા છે રશિયાની સંપ્રભુતા અને અસ્તિત્વને ખતરો હશે તો કોઇ પણ વિકલ્પ અજમાવવામાં છોછ રાખવામાં આવશે નહી.