Get The App

યુક્રેન યુદ્ધ : વડાપ્રધાન મોદીએ દર્શાવેલી ચિંતા અંગે હું તેઓનો આભારી છું : પુતિન

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
યુક્રેન યુદ્ધ : વડાપ્રધાન મોદીએ દર્શાવેલી ચિંતા અંગે હું તેઓનો આભારી છું : પુતિન 1 - image


- નરેન્દ્ર મોદી મારા મિત્ર છે, તેઓ ઉકેલ શોધી શકશે

- આ યુદ્ધ ક્યારે બંધ થશે તેની સમય રેખા બાંધવી મુશ્કેલ છે : અમેરિકા અને નાટોએ જ રશિયાને આ યુદ્ધમાં ધકેલી દીધું છે : રશિયન પ્રમુખ

મોસ્કો : રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને શુક્રવારે 'બ્રિકસ' અંગે મોદીનાં વલણની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આ જૂથ પશ્ચિમ વિરોધી નથી પરંતુ પશ્ચિમ રહિત છે. આ સાથે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતાં પ્રમુખ પુતિને કહ્યું હતું કે તેઓ મારા મિત્ર છે અને રશિયા તે માટે તેઓનું આભારી છે.

અહીં યોજાયેલી વિદેશી પત્રકારોની પત્રકાર પરિષદમાં તેઓને જ્યારે પૂછવામાં આવ્યું કે આ યુદ્ધ ક્યારે બંધ થશે ત્યારે તેઓએ કહ્યું તે અંગે કોઈ નિશ્ચિત સમય રેખા બાંધવી મુશ્કેલ છે. વાસ્તવમાં અમેરિકા અને પશ્ચિમનાં નાટો દેશોએ જ રશિયાને ધકેલી દીધું છે.

આ સાથે તેઓએ કહ્યું હતું કે આ યુદ્ધમાં રશિયા વિજયી થશે જ, અમારો વિજય નિશ્ચિત છે.

રશિયાના આ નેતાએ મંત્રણા માટેની તૈયારી દર્શાવતાં કહ્યું હતું કે, અમે તો શાંતિ મંત્રણા અંગે તૈયાર જ છીએ પરંતુ યુક્રેન તેમાંથી પાછું હઠી રહ્યું છે.

થોડા સપ્તાહો પૂર્વે આ પ્રમાણે પત્રકારોને જણાવવા સાથે કહ્યું હતું કે (યુક્રેન યુદ્ધ અંગે) ભારત, ચીન અને બ્રાઝિલ સાથે રશિયા સતત સંપર્કમાં છે. તેઓએ મોદીને મિત્ર કહેતાં આશા વ્યક્ત કરી હતી કે તેઓ ઉકેલ શોધી શકશે.


Google NewsGoogle News