Get The App

રશિયાએ ઉત્તર કોરીયાને એન્ટિ એર મિસાઈલ આપી, બદલામાં સૈનિકો લીધા

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
રશિયાએ ઉત્તર કોરીયાને એન્ટિ એર મિસાઈલ આપી, બદલામાં સૈનિકો લીધા 1 - image


- દક્ષિણ કોરીયાના ટોચના લશ્કરી અધિકારીનો દાવો

- ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થયાનો યુક્રેનના ભૂતપૂર્વ કમાન્ડરનો દાવો: રશિયાના મિસાઈલ હુમલાના પગલે યુક્રેને સંસદની બેઠક રદ કરી

નવી દિલ્હી : રશિયાએ ઉત્તર કોરીયામાં એન્ટી એર મિસાઇલ અને અન્ય શસ્ત્રોને પૂરા પાડયા છે અને બદલામાં તેમણે તેના દસ હજારથી વધારે સૈનિકો મેળવ્યા હોવાનો દાવો દક્ષિણ કોરીયાના ટોચના લશ્કરી અધિકારીએ કર્યો છે. દક્ષિણ કોરીયાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક શિન વોન્સિંકે શુક્રવારે જણાવ્યુ હતું કે ઉત્તર કોરીયાની હવાઈ સુરક્ષા પ્રણાલિ મજબૂત કરવા એન્ટિ એર મિસાઇલો રશિયાએ આપ્યા છે. 

સાઉથ કોરીયાની જાસૂસી સંસ્થાએ બુધવારે જણાવ્યું હતું કે ઉત્તર કોરીયાએ તાજેતરમાં રશિયાને વધારાની તોપખાના પ્રણાલિ મોકલી છે. છેલ્લા મહિનાઓમાં રાષ્ટ્રીય જાસૂસી સેવાએ જણાવ્યું હતું કે ઉત્તર કોરીયાએ ઓગસ્ટ ૨૦૨૩થી અત્યાર સુધી રશિયાને ૧૩ હજારથી વધુ કન્ટેનર તોપખાના, મિસાઇલ અને અન્ય પરંપરાગત શસ્ત્રો મોકલ્યા છે, જેથી રશિયાનો ભંડાર ભરવામાં મદદ કરી શકાય. 

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતુ યુદ્ધ વધુ ભડક્યુ છે. રશિયાએ પહેલી વખત યુક્રેન પર ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનો ઉપયોગ કર્યો છે. તેનાથી સમગ્ર વિશ્વમાં હડકંપ મચ્યો છે. યુક્રેને તેની સંસદની બેઠક રદ કરી છે તે નાટો દેશોના પ્રતિનિધિઓએ રશિયાના આ નવા પ્રકારના હુમલાને લઈને તેમના રાજદૂતોની તાકીદની બેઠક બોલાવી છે. 

યુક્રેનના ભૂતપૂર્વ કમાન્ડર ઇન ચીફ વાલેરી જાલજુનીનુંમાનવું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે રશિયાના પક્ષે પ્રત્યક્ષ ભાગીદારીઓ સંકેત આપે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ શરુુ થઈ ગયું છે. તે હાલમાં બ્રિટનમાં રાજદૂત તરીકે કામ કરી રહ્યા છે.યુક્રેનની વિનંતીના પગલે નાટો અને યુક્રેન વચ્ચે આગામી મંગળવારે બેઠક યોજાશે. રશિયાએ રાત્રે શાહેદ ડ્રોન વડે કરેલા હુમલામાં બેને ઇજા થઈ હતી અને ડઝનેક ઇજાગ્રસ્ત થયા હતા. 


Google NewsGoogle News