યુક્રેનમાં રશિયાનો મોટો હવાઈ હુમલો: કિવ પર 60 મિસાઈલ છોડી, બંકરમાં છુપાયા હજારો લોકો
Representative image |
Russia-Ukraine War: રશિયાએ યુક્રેન પર મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલો યુક્રેનની રાજધાની કિવ પર કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, રશિયાએ 60 મિસાઈલ છોડી છે. આ યુક્રેન પર કરવામાં આવેલ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. આ હુમલા દરમિયાન લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બંકરોમાં છુપાયા છે.
રશિયાએ યુક્રેન પર ઘણાં ડ્રોન કર્યા
છેલ્લા કેટલાક દિવસોમાં રશિયા દ્વારા યુક્રેન પર ઘણાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે, પરંતુ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ પણ શાંતિની ફોર્મ્યુલા સાથે આગળ વધી રહ્યા છે. જોકે, અમેરિકા દ્વારા ઔપચારિક રીતે આવું કંઈ કહેવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ યુક્રેનના પ્રમુખે આશા વ્યક્ત કરી હતી કે તેમને ટ્રમ્પનું સમર્થન મળશે અને હવે આ યુદ્ધ બંધ થઈ જશે. આટલું જ નહીં એવા અહેવાલો પણ આવ્યા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના પ્રમુખ પુતિન સાથે વાત કરી હતી અને તેમને આ યુદ્ધ રોકવા માટે કહ્યું હતું, પરંતુ હવે આ હુમલાના અહેવાલ સામે આવ્યા છે.