Get The App

7.2 ની તીવ્રતાના ભૂકંપથી જ્વાળામુખી ફાટતાં હચમચ્યું રશિયા, 8 કિ.મી. ઊંચે સુધી રાખ ઊડી

Updated: Aug 18th, 2024

GS TEAM


Google News
Google News
7.2 ની તીવ્રતાના ભૂકંપથી જ્વાળામુખી ફાટતાં હચમચ્યું રશિયા, 8 કિ.મી. ઊંચે સુધી રાખ ઊડી 1 - image


Earthquake in Russia: યુરોપિયન ભૂમધ્ય સાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અહેવાલ અનુસાર યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા રશિયા સામે વધુ એક આફત આવી છે. અહીંના કામચટકા વિસ્તારના પૂર્વ કિનારે 51 કિ.મી.ની ઊંડાઈએ 7.2ની તીવ્રતાના ભૂકંપને લીધે સમગ્ર વિસ્તાર હચમચી ગયું હતું. 

7થી વધુની તીવ્રતાનો ભયાનક ભૂકંપ 

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર દેશના પૂર્વ કિનારે આવેલા સાતની તીવ્રતાના ભયાનક ભૂકંપ બાદ કામચટકા વિસ્તારમાં આવેલો જ્વાળામુખી પણ ફાટી ગયો હતો.  રશિયાની વિજ્ઞાન એકેડમીની એક શાખાના જણાવ્યાનુસાર જ્વાળામુખીમાંથી હવે રાખ ઊડી રહી છે. 

8 કિ.મી. ઊંચે રાખ ઊડી 

લગભગ આઠ કિ.મી. દૂરથી પણ આ રાખ ઊડતી જોઈ શકાય છે. અમેરિકાના રાષ્ટ્રીય ચેતવણી કેન્દ્રએ કહ્યું કે ભૂકંપથી સુનામીનો પણ ખતરો છે પણ રશિયાના ઈમરજન્સી મંત્રાલયે કહ્યું કે સુનામીનો કોઈ ખતરો નથી. 

Tags :