હવે બંદૂકથી નહીં પણ 'ડિજિટલ વૉર'ની તૈયારી! રશિયામાં બંધ થશે ગૂગલ સહિત આ મોટા પ્લેટફોર્મ

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
 Digital War Russia


Digital War: વિશ્વ હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. કેટલાક દેશોમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે તો કેટલાકમાં આર્થિક કારણે અરાજકતા ફેલાઈ છે. તો ક્યાંક ગૃહયુદ્ધના પણ સમાચાર સામે આવી રહ્યા છે. ઈઝરાયલ-હમાસ અને રશિયા-યુક્રેન વચ્ચે તો લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ત્યારે હવે સૂત્રોમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રશિયા હવે ડિજિટલ યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. 

હવે વૈશ્વિક સ્તરે પણ ‘ડિજિટલ યુદ્ધ’ શરૂ થવાની તૈયારી

વિશ્વમાં હાલના સમયમાં કંઈક બનવાની અણી પર છે. હવે યુદ્ધ બંદૂકો, તોપો અને બોમ્બ-ગોળા પૂરતું મર્યાદિત નથી. હવે વૈશ્વિક સ્તરે પણ ‘ડિજિટલ યુદ્ધ’ શરૂ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન રશિયાએ એક મોટી જાહેરાત કરી છે. રશિયન સ્ટેટ ડુમા (રશિયન સંસદ)ના ડેપ્યુટી એલેક્સી ડીડેન્કોના જણાવ્યાનુસાર, રશિયામાં ટૂંક સમયમાં ગૂગલ, એન્ડ્રોઇડ અને IOS બ્લોક કરવામાં આવશે. રશિયામાં સરકારી અધિકારીઓ અને અમલદારોને ઘણા સમય પહેલા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે પુતિન તેને સમગ્ર દેશમાં લાગુ કરવાની યોજના બનાવી લીધી છે.

આ પણ વાંચો : વધુ એક યુદ્ધની તૈયારી, અમેરિકાએ મધ્યપૂર્વમાં લડાકૂ વિમાન, વૉરશિપ તહેનાત કર્યા, ઈઝરાયલની બનશે 'ઢાલ'

ઘણા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો

આ ઉપરાંત રશિયન અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે 'ખાસ કરીને એવા લોકો પર આ પ્લેટફોર્મ્સ સામે પ્રતિબંધો લાદવામાં આવશે જેમની પાસે ખાનગી માહિતીની ઍક્સેસ છે. રશિયા તરફથી આ પહેલો સંકેત છે. દરેક વ્યક્તિને અન્ય પ્લેટફોર્મ પર સ્વિચ કરવાની જરૂર છે. જો કે, હજુ સુધી આ પગલું રશિયન સત્તાવાળાઓ દ્વારા કે કોઈ સંબંધિત પ્લેટફોર્મ દ્વારા લેવામાં આવ્યું હતું એ સ્પષ્ટ થયું નથી. રશિયન અધિકારીઓએ આને 'Tragedy' ન ગણવા કહ્યું છે. એટલા માટે છે કારણ કે આવી બીજી ઘણી એપલીકેશન અને પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ રશિયામાં થાય છે. જેમાંથી નેટફ્લિક્સ (Netflix) એક છે. રશિયાના આ નિર્ણય બાદ ઘણા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ થોડી જ વારમાં તેઓ પણ શાંત થઈ ગયા હતા.

આ પણ વાંચો : ભારત સહિત આખી દુનિયા પર 'સંકટ'ના વાદળ છવાયા, NASAએ શેર કર્યો ભયાનક વીડિયો

કેટલાક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે

રશિયન મીડિયાના અહેવાલો પરથી એવું પણ જાણવા મળ્યું છે કે પહેલા રશિયામાં ગૂગલ સેવાઓ પ્રતિબંધ મૂક્યા પછી રશિયન વીડિયો હોસ્ટિંગ સેવા પ્લેટફોર્મ ઠપ થઈ ગઈ છે. વેબસાઈટ પણ ઠપ તઈ ગઈ છે. અને આ પાછળનું કારણ ટેક્નિકલ ખામી છે. જોકે રશિયન અધિકારીના આ નિવેદન પછી કેટલાક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે શું રશિયામાં ગૂગલનું ઠપ થવું ટેક્નિકલ ખામી છે કે પછી જાણી જોઈને કરવામાં આવ્યું છે.

રશિયન મીડિયા ચેનલને અનબ્લોક કરવાનો ઇનકાર

રશિયાએ આરોપ લગાવ્યો હતો કે રશિયામાં યુટ્યુબની સ્પીડમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કારણ કે ગૂગલે પોતાના ઉપકરણોને રશિયામાં અપગ્રેડ કર્યા નથી. આ ઉપરાંત રશિયાએ એવો પણ આરોપ લગાવ્યો છેકે ગૂગલે રશિયન મીડિયા ચેનલોને અનબ્લોક કરવાનો ઇનકાર કર્યો હતો. રશિયાએ ગૂગલને યુટ્યુબ અને ગૂગલમાંથી કેટલાક કંટેન્ટ દૂર કરવાનું પણ કહ્યું હતું. જે કરવામાં આવ્યું ન હતું , ત્યારપછી ગુગલ પર પણ ભારે દંડ લગાવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે રશિયા ઈન્ટરનેટ પર કોઈ પણ એવી સામગ્રી રાખવા કે દેખાડવામાં માગતા નથી કે જે દેશ વિરુદ્ધ હોય. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કારણોસર રશિયાએ ગૂગલ પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે. રશિયાએ પણ YouTubeની અપલોડિંગ સ્પીડ ઘટાડી દીધી છે, જે ભવિષ્યમાં 70 ટકા સુધી ઘટી શકે છે.

આ પણ વાંચો : મિડલ ઈસ્ટના આ દેશમાં સરકારે કારણ આપ્યા વગર જ એકાએક ઇન્સ્ટાગ્રામ બ્લોક કરતા ખળભળાટ

હવે બંદૂકથી નહીં પણ 'ડિજિટલ વૉર'ની તૈયારી! રશિયામાં બંધ થશે ગૂગલ સહિત આ મોટા પ્લેટફોર્મ 2 - image


Google NewsGoogle News