Get The App

'અમે વાતચીત માટે તૈયાર પણ યુક્રેન...' ઝેલેન્સકીને અડચણ ગણાવતા રશિયન પ્રમુખ પુતિનનો મોટો દાવો

Updated: Jan 29th, 2025


Google News
Google News
'અમે વાતચીત માટે તૈયાર પણ યુક્રેન...' ઝેલેન્સકીને અડચણ ગણાવતા રશિયન પ્રમુખ પુતિનનો મોટો દાવો 1 - image

Russia Ukraine War: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને મંગળવારે (28મી જાન્યુઆરી) રશિયન સરકારી ટેલિવિઝનને જણાવ્યું હતું કે, 'જો યુક્રેન રશિયા સાથે વાટાઘાટો કરવા માંગે છે તો તે કરવાનો કાનૂની રસ્તો છે, પરંતુ મોસ્કો કિવ તરફથી તેમાં જોડાવાની કોઈ તૈયારી જોતો નથી.'

વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે, 'યુક્રેન સાથેની વાતચીત અટકી ગઈ છે કારણ કે 'યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકી તેમના કાર્યકાળ પછી પણ સત્તામાં રહ્યા હતા. તેને દસ્તાવેજો પર સહી કરવાનો કોઈ અધિકાર નથી.'

આ પણ વાંચો:ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ICCમાં માથાકૂટ! CEO જ્યોફ અલાર્ડિસે અચાનક કેમ રાજીનામું ધર્યું?


રશિયન ડ્રોન હુમલામાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા

યુક્રેનના એક અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'રાત્રે રશિયન હવાઈ હુમલામાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલામાં એક ખાનગી કંપનીમાં આગ લાગી હતી અને રહેણાંક ઇમારતોને નુકસાન થયું હતું. યુક્રેને 65 રશિયન ડ્રોનને તોડી પાડ્યા છે અને 28 અન્યને તેમના લક્ષ્ય સુધી પહોંચતા અટકાવ્યા છે.'

'પુતિનને મારવાનો પ્રયાસ' 

અમેરિકન મીડિયા અહેવાલ અનુસાર, જો બાઈડેન વહીવટીતંત્રે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ દાવાને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા નથી. 

'અમે વાતચીત માટે તૈયાર પણ યુક્રેન...' ઝેલેન્સકીને અડચણ ગણાવતા રશિયન પ્રમુખ પુતિનનો મોટો દાવો 2 - image

Tags :
Russia-Ukraine-WarPresident-Zelenskyvictory-plan

Google News
Google News