અંતરિક્ષમાં પરમાણુ હથિયારના પુતિનના પ્લાનથી અમેરિકા ચિંતિત, એક બ્લાસ્ટથી ઈન્ટરનેટ થઈ જશે ખતમ
Russia Space Nuclear Weapon : હાલના સમયમાં હવે અંતરિક્ષમાં કોઈપણ સેટેલાઈટને નેસ્તનાબુદ કરવા માટે મિસાઈલો તૈયાર થઈ રહી છે. જે મિસાઈલ પૃથ્વીથી અંતરિક્ષમાં જઈને સેટેલાઈટને નસ્તેનાબૂદ કરી શકે છે. સમાચાર આવ્યા છે કે રશિયા એક પરમાણુ અંતરિક્ષ હથિયાર બનાવવામાં લાગ્યું છે, જે વિસ્ફોટ થવા પર ઉર્જાની મોટી જ્વાળા ઉત્પન્ન કરશે, જેનાથી સેટેલાઈટ બરબાદ થઈ જશે. આ વ્યાપારી અને સરકારી ઉપગ્રહોના સૌથી મોટા જૂથનો નાશ કરી દેશે. જેના પર દુનિયામાં સેલફોન પર વાત કરવી, બિલ ચૂકવવું અને ઇન્ટરનેટ સર્ફિંગ નિર્ભર છે. સીએનએનના રિપોર્ટ અનુસાર અમેરિકન ઈન્ટેલિજન્સ સાથે જોડાયેલા સૂત્રોએ આ અંગે માહિતી આપી છે.
અમેરિકન હાઉસ ઈન્ટેલિજન્સ કમિટીના અધ્યક્ષ માઈક ટર્નરે બુધવારે એક નિવેદનમાં કહ્યું કે, 'તેમની પેનલની નજીક ગંભીર રાષ્ટ્રીય સુરક્ષા ખતરા અંગે માહિતી આપી. શુક્રવાર સુધી રાષ્ટ્રપતિ બાઈડનને જાહેર પુષ્ટિ કરી હતી કે ટર્નર એક નવી રશિયન પરમાણુ એન્ટી સેટેલાઈટ ક્ષમતાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. જોકે, અધિકારીઓએ ગુપ્ત માહિતીનો હવાલો આપતા આ અંગે વધુ ચર્ચા કરવાનો ઈન્કાર કરી દીધો. હથિયાર હજુ પણ બનાવવામાં આવી રહ્યા છે. જોકે, તેઓ કક્ષામાં નથી.'
કેવી રીતે કરશે કામ?
રિપોર્ટર્સના અનુસાર, અધિકારીઓએ કહ્યું કે, જો તેનો ઉપયોગ કરાય છે તો આ પરમાણુ હથિયારોના ઈતિહાસમાં સૌથી ખતરનાક સમય થશે. આ દરરોજના જીવનમાં એવી મુશ્કેલીઓ પેદા કરી શકે છે, જેની ભવિષ્યવાણી મુશ્કેલ છે. આ રીતના હથિયાર સામાન્ય રીતે અંતરિક્ષ વિશેષજ્ઞો તરફથી પરમાણુ ઈએમપી તરીકે ઓળખાય છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી અને વધુ પડતા ચાર્જ થયેલા કણોનું પૂર લાવે છે, જે પૃથ્વીની પરિક્રમા કરતા ઉપગ્રહોને વિક્ષેપિત કરશે.
એન્ટી સેટેલાઈટ હથિયાર બનાવી રહ્યું છે રશિયા
બાઈડને શુક્રવારે એ વાત પર ભાર આપ્યો કે, રશિયા જે કરી રહ્યું છે, તેનાથી અમેરિકા અથવા દુનિયામાં ક્યાંય પણ લોકો માટે કોઈ પરમાણુ ખતરો નથી. તેઓ જે કંઈ પણ કરી રહ્યા છે અથવા તો કરશે તે સેટેલાઈટ અને અંતરિક્ષથી જોડાયેલ છે. કદાચ તેઓ ઉપગ્રહોને નુકસાન પહોંચાડશે. લાંબા સમયથી રક્ષા વિભાગ ઈએમપી સહિત એન્ટી-સેટેલાઈટ હથિયારોને વિકસિત કરવા પર નજર રાખેલ છે. એક રક્ષા અધિકારીના અનુસાર, હાલના મહિનાઓમાં સેટેલાઈટને બરબાદ કરનારી પરમાણુ ક્ષમતાઓના વિકાસથી જોડાયેલ ગુપ્ત રિપોર્ટ્સનું પુર આવ્યું છે.