રશિયાએ ફરી યુક્રેનને હચમચાવ્યું, ભીષણ મિસાઈલ હુમલામાં બાળકો સહિત 7નાં મોત, 36 ઈજાગ્રસ્ત
Russia vs Ukrain war News | રશિયાએ દક્ષિણ યુક્રેનના એક શહેર પર મિસાઇલ દ્વારા હુમલો કર્યો હતો જેમાં બાળકો સહિત સાત લોકોનાં મોત થયા હતાં અને કેટલાક ઘાયલ થયા હતાં તેમ સ્થાનિક અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવાર સાંજે થયેલા આ હુમલામાં 36 લોકો ઘાયલ થયા હતાં અને આજે શોક દિવસ જાહેર કરવામાં આવ્યો હતો.સ્થાનિક ગવર્નર ઇવાન ફેડોરોવે જણાવ્યું હતું કે મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ છે.
ફેડોરોવે જણાવ્યું છે હતું કે વિલ્ન્યિાંસકમાં એક દુકાન, રેસિડેન્સિયલ બિલ્ડિંગો અને એક મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન થયું છે. આ હુમલા પછી યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ યુક્રેનના સહયોગી દેશોને રશિયન હુમલા સામનો કરવા વધુ સહાય પૂરી પાડવાની અપીલ કરી છે.
સ્થાનિક ગવર્નર અનુસાર યુક્રેનના હિંસાગ્રસ્ત પૂર્વી ડોનેટ્સ્ક વિસ્તારમાં શનિવાર રાતે આઠ લોકોનાં મોત થયા હતાં અને અન્ય 14 લોકો ઘાયલ થઇ ગયા હતાં.
આ દરમિયાન રશિયન સંરક્ષણ મંત્રાલયે રવિવારે દાવો કર્યો હતો કે તેમના સંરક્ષણ દળોએ સમગ્ર રાતમાં દક્ષિણ-પશ્ચિમ રશિયામાં યુક્રેનના 36 ડ્રોનને તોડી પાડયા હતાં.
વિલ્ન્યિાંસ્ક ઝાપોરીઝ્ઝિયા વિસ્તારમાં છે, જે સ્થાનિક પાટનગરથી 30 કિમી (20 માઇલ) દૂર આવેલું છે. યુક્રેનના અધિકારીઓએ વિલ્ન્યિાસ્કના એક પાર્ડમાં પડેલા મૃતદેહનો ફોટો જારી કર્યો હતો.