Get The App

'અમેરિકા ભારતનો રાજકીય માહોલ બગાડવા માગે છે...' લોકસભા ચૂંટણી વચ્ચે રશિયાનો ગંભીર આરોપ

Updated: May 9th, 2024


Google NewsGoogle News
'અમેરિકા ભારતનો રાજકીય માહોલ બગાડવા માગે છે...' લોકસભા ચૂંટણી વચ્ચે રશિયાનો ગંભીર આરોપ 1 - image


Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી વચ્ચે રશિયાએ મોટો દાવો કર્યો છે. રશિયાનું કહેવું છે કે અમેરિકા ભારતની લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાનો ઉદ્દેશ્ય લોકસભા ચૂંટણી દરમિયાન ભારતને અસ્થિર કરવાનો છે.

ભારતમાં રાજકીય માહોલ બગાડવાનો ઉદ્દેશ્ય 

રશિયાની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે અમેરિકા ખરેખર ભારતના રાજકીય માહોલને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ભારતની રાજકીય સમજ અને ઈતિહાસ સમજી શકતો નથી. ઝખારોવાએ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકાના રિપોર્ટના સંદર્ભમાં આ નિવેદન આપ્યું છે.

અમેરિકાની ભારત સામે આરોપબાજી 

તેમણે કહ્યું કે અમેરિકા ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગે સતત પાયાવિહોણા આરોપો લગાવી રહ્યું છે. આનું કારણ ભારતના આંતરિક રાજકીય માહોલને ખલેલ પહોંચાડવાનું અને સામાન્ય ચૂંટણીઓમાં અવરોધ ઊભો કરવાનું છે. ઝખારોવાએ કહ્યું કે અમેરિકાની ગતિવિધિઓ સ્પષ્ટપણે ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ દર્શાવે છે, જે ભારત પ્રત્યે અપમાનજનક છે.

ખાલિસ્તાની આતંકવાદી પન્નુ વિશે રશિયાએ શું કહ્યું?

રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયાએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ભારત સામેના આરોપો અંગે કહ્યું કે અમેરિકાએ હજુ સુધી આ કેસમાં ભારતીય નાગરિકોની સંડોવણી અંગે કોઈ વિશ્વસનીય પુરાવા આપ્યા નથી. પુરાવાના અભાવે આવી અટકળો સ્વીકાર્ય નથી. અમેરિકા ભારત પર સતત ખોટા આરોપો લગાવી રહ્યું છે. 

'અમેરિકા ભારતનો રાજકીય માહોલ બગાડવા માગે છે...' લોકસભા ચૂંટણી વચ્ચે રશિયાનો ગંભીર આરોપ 2 - image


Google NewsGoogle News