યુક્રેનના એક મોટા શહેર પર રશિયાનો કબજો, ઝેલેન્સ્કી સૈન્ય પાછું ખેંચવા મજબૂર, 20% જમીન ગુમાવી

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
crash site of a helicopter in Brovary, Kiev, Ukraine File pic
Image : IANS

Russia-Ukraine War: યુદ્ધની દૃષ્ટિએ વ્યૂહાત્મક ગણાતાં યુક્રેનના ડોનેસ્ક (Donetsk) પ્રાંતમાં આવેલાં ચાસિવ યાર (Chasiv Yar) શહેર પર બુધવારે (03 જુલાઈ) રશિયાના લશ્કરે રાત્રે કબજો જમાવી લીધો હતો. આ શહેર કબજે કર્યા બાદ રશિયા હવે બીજા બે મહત્વપૂર્ણ શહેરો ક્રેમેટોર્સ્ક અને સ્લોવિયાંસ્ક પર સહેલાઇથી કબજો જમાવી શકશે. બીજી તરફ યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી (Volodymyr Zelenskyy)એ જણાવ્યું હતું કે તેમના લશ્કરની 14મી બ્રિગેડ પાસે લડવા માટે પૂરતાં હથિયારો ન હોવાથી સૈનિકોની સુરક્ષા માટે તેમને પાછાં બોલાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ડોનેસ્ક શહેરના એક હિસ્સા પર કબજો

આ ઉપરાંત રશિયાના ટેકેદાર યુક્રેનના બળવાખોરોનો 2014થી જ ડોનેસ્ક શહેરના એક હિસ્સા પર કબજો છે. ફેબુ્રઆરી 2022માં યુદ્ધ શરૂ થયા બાદ રશિયાના લશ્કરે આ પ્રાંતમાં પોતાનો કબજો વધાર્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમની એસ 350 ડિફેન્સ સિસ્ટમ પશ્ચિમના દેશોની મિસાઇલોને શોધી તેમને આકાશમાં જ નષ્ટ કરી દેવા સક્ષમ છે. આ ઉપરાંત આ સિસ્ટમ લડાકુ વિમાનો, હેલિકોપ્ટર અને ડ્રોનનો નાશ કરી તેમના હુમલા નિષ્ફળ બનાવી રહી છે. 

લડાઇ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઇ

અત્યાર સુધીમાં રશિયા (Russia)એ યુક્રેનના 20 ટકા કરતાં પણ વધારે હિસ્સાને કબજે કરી લીધો છે. 29 મહિનાથી ચાલી રહેલી આ લડાઇ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઇ છે. યુક્રેનના પ્રમુખ ઝેલન્સ્કીએ સૈનિકો પાસે પૂરતાં હથિયાર ન હોવાથી તેમની સુરક્ષા માટે તેમને પરત બોલાવી લેવાનું ઉચિત માની શહેરને છોડી દીઘું હતું. યુક્રેનના સૈનિકો પાસે લડવાના હથિયાર ન હોવાથી તેનો લાભ રશિયાના સૈન્યને થયો હતો. 

આ પણ વાંચો : પુતિનના ખાસ મિત્ર હંગેરીના ઑબર્ન અચાનક કીવી પહોંચ્યા

યુક્રેનને હથિયારો મેળવવા માટે પશ્ચિમના દેશો પર મદાર

રશિયાએ સતત આ યુદ્ધમાં યુક્રેન (Ukraine) સામે ઝીંક ઝીલી પોતાના હુમલા ચાલુ રાખી પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. અઢી વર્ષથી ચાલી રહેલું આ યુદ્ધ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. રશિયા સામે લડવા માટે યુક્રેનને સતત હથિયારો મેળવવા માટે પશ્ચિમના દેશો પર મદાર રાખવો પડે છે.

યુક્રેનના એક મોટા શહેર પર રશિયાનો કબજો, ઝેલેન્સ્કી સૈન્ય પાછું ખેંચવા મજબૂર, 20% જમીન ગુમાવી 2 - image


Google NewsGoogle News