Get The App

રશિયાનો મોટો દાવો, યુક્રેન પરમાણુ પાવર પ્લાન્ટ પર કરશે હુમલો, પશ્ચિમી દેશોનું કાવતરું ગણાવ્યું

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
Russia And Ukraine


Russia And Ukraine News : રશિયાને ડર છે કે યુક્રેન તેના કુર્સ્ક અને ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરી શકે છે. આ દરમિયાન યુક્રેન વોરહેડ રેડિયોએક્ટિવ હોય તેવા હથિયારોનો ઉપયોગ કરવાની સામે રશિયાને ભારે ડર સતાવી રહ્યો છે. જો આવા હથિયારનો ઉપયોગ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ પર થશે તો તે ભયંકર વિનાશ સર્જાય શકે છે.

યુક્રેન રશિયન પરમાણુ કેન્દ્રને ઉડાવી શકે છે

રશિયાના ડિફેન્સ અધિકારીએ કહ્યું હતું કે, 'રશિયન સુરક્ષા અધિકારીઓની જાણકારી પ્રમાણે યુક્રેનના ડેનેપ્રોપેટ્રોવસ્ક વિસ્તારમાં આવેલા ઝોલ્ટિયે વોડી સુધી આ હથિયાર પહોંચી ગયાં છે.' ખાર્કોવ વિસ્તારમાં મિલિટરી-સિવિલ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે, 'યુક્રેન રશિયન પરમાણુ કેન્દ્રને ઉડાવી શકે છે.'

આ પણ વાંચો : આગચંપી, તોડફોડ, યુદ્ધનું મેદાન બન્યું સુદાનનું આ ગામ, બળવાખોર સૈનિકોએ 85 લોકોની હત્યા કરી

ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરવાનું પશ્ચિમી દેશોનું પ્લાનિંગ

બીજી તરફ, યુક્રેને દાવો કર્યો છે કે રશિયનો સેલ્ફ ફાયરિંગ કરીને સમગ્ર મામલો વધારશે. જ્યારે રશિયાએ દાવો કર્યો છે કે, આ જાણકારી પકડાયેલા યુક્રેનિયન યુદ્ધ કેદીઓ પાસેથી મળી છે. યુક્રેન દ્વારા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરવાનું પ્લાનિંગ પશ્ચિમી દેશોનું છે. જેમાં બ્રિટન મુખ્યસ્થાને જોડાયેલું છે. પ્રો-રશિયન નેતા સર્ગેઈ લેબેદેવે કહ્યું હતું કે, 'હુમલાનું લાઈવ કવરેજ કરવા માટે ઘણા પશ્ચિમી દેશોના મીડિયા કર્મચારીઓ સુમી અને ઝાપોરિઝિયા વિસ્તારમાં પહોંચી ગયા છે.'

કુર્સ્ક અને ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડર્ટી બોમ્બ ફેંકવાની યુક્રેનની તૈયારી?

મળતી માહિતી પ્રણાણે, આ બધા વચ્ચે યુક્રેન હવે ડર્ટી બોમ્બનો ઉપયોગ કુર્સ્ક અને ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કરે તેવી શક્યતા છે. ડર્ટી બોમ્બ એટલે એક એવું હથિયાર જેમાં રેડિયોએક્ટિવ પદાર્થો હોય છે પરંતુ તે સંપૂર્ણપણે પરમાણુ બોમ્બ હોતો નથી.

યુક્રેન, રશિયા અને યુરોપમાં ડરનો માહોલ છવાયો

રશિયન ઈન્ટેલીજન્ટ એજન્સીની જાણકારી પ્રમાણે, નાટો અને યુક્રેન સાથે મળીને ડર્ટી બોમ્બનો ઉપયોગ કરી શકે છે. પરંતુ તેને લઈને અત્યારસુધીમાં પૂષ્ટી કરવામાં આવી નથી. આ ખબરને લઈને યુક્રેન, રશિયા અને યુરોપમાં ડરનો માહોલ છવાયેલો જોવા મળી છે.

આ પણ વાંચો : અમેરિકાથી દુઃખદ સમાચાર, ગુજરાતી યુવકની ધોળા દિવસે ગોળી મારી હત્યા

રશિયાએ પરિમાણુ મિસાઈલ ફોર્સને એક્ટિવ કરી 

આ દરમિયાન રશિયાએ તેની ન્યુક્લિયર મિસાઈલ ફોર્સને એક્ટિવ કરી છે, ત્યારે જમીન, હવા અને પાણી દરેક સ્થિતિમાં હુમલો કરવા સક્ષમ પરમાણુ મિસાઈલથી હુમલાનો જવાબ આપવાની તૈયારી દાખવી છે. રશિયાની તૈયારી છે કે, જો પશ્ચિમ દેશોએ, નાટોએ હુમલો કર્યો તો મિસાઈલથી કેટલાય શહેરોને નિશાનો બનાવી શકે છે. જેમાં ઈંગલેન્ડના શહેર સહિત અમેરિકી શહેરનો પણ સમાવેશ થાય છે.

ન્યુક્લિયર મિસાઈલ કેલિબર-એમ ફ્લોરિડા ફાયર થતા ભારે ખતરો

એક વાત સ્પષ્ટ છે કે, જો રશિયાની ન્યુક્લિયર સબમરીન તેની 4500 કિમી રેન્જની ન્યુક્લિયર મિસાઈલ કેલિબર-એમ ફ્લોરિડાના દરિયા કિનારે ફાયર કરશે તો વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્કને કોઈ બચાવી શકશે નહીં. જેમાં અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમ પણ કેલિબર મિસાઈલને નષ્ટ કરી શકશે નહીં. આ સાથે નાટોની કોઈપણ સિસ્ટમ આ મિસાઈલોને હવામાં ના રોકી શકશે કે ના નષ્ટ કરી શકશે.

રશિયાનો મોટો દાવો, યુક્રેન પરમાણુ પાવર પ્લાન્ટ પર કરશે હુમલો, પશ્ચિમી દેશોનું કાવતરું ગણાવ્યું 2 - image


Google NewsGoogle News