રશિયન્સ અને ચાઈનીઝ સદાયે બાંધવો રહ્યા છે ચીનની બે દિવસની મુલાકાતના અંતિમ દિને પુતિને કહ્યું
- ભારત અસમંજસમાં
- બંને નેતાઓએ ભાગીદારીનો નવો યુગ શરૂ કરવા નિર્ણય લીધો : યુએસ સહિત પશ્ચિમ ચિંતાગ્રસ્ત
બૈજિંગ : રેડ કાર્પેટ અને ૨૧ તોપોની સલામી સાથે બૈજિંગ પહોંચેલા રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન મોસ્કો જવા રવાના થયા. બંને નેતાઓ વચ્ચે યુક્રેન અને તાઇવાન સહિત બહુવિધ પ્રશ્ને ચર્ચા થઈ તે પૈકી યુક્રેન યુદ્ધના ઉકેલ માટે 'શી' દ્વારા રચનાત્મક ભૂમિકા ભજવવાની તૈયારીને પુતિને આવકાર્ય કરી હતી. આ સાથે બંને નેતાઓએ પરસ્પરના દેશો વચ્ચે ભાગીદારી સઘન કરવા નિર્ણય લીધો ત્યારે રશિયાના પ્રમુખ પુતિને કહ્યું રશિયન્સ અને ચાઇનીઝ સદાને માટે બાંધવો છે.
૭૦ વર્ષીય શી અને ૭૧ વર્ષીય પુતિને ગુરૂવારે એક સંયુક્ત નિવેદન ઉપર હસ્તાક્ષરો કર્યા હતા. તેમા ઉત્તર કોરિયાથી શરૂ કરી તાઇવાન અને યુક્રેન સુધી તમામ મુદ્દાઓ આવરી લેવાયા હતા. સહજ રીતે જ તે અમેરિકા અને તેના પશ્ચિમી સાથી દેશો વિરોધી જ રહેતા, અમેરિકા અને સાથી દેશો ચિંતાગ્રસ્ત બની ગયા છે.
વાસ્તવમાં યુક્રેન મુદ્દે જ ચીનનો સાથ લેવાની ગણતરીએ પુતિન બૈજિંગ ગયા હતા. ચીનના શી-જિનપિંગ તેમાંથી કોઈ માર્ગ શોધી આપે તેવી પુતિનની ગણતરી હતી.
આ ઉપરાંત પારંપરિક રીતે આર્થિક બોજનો તથા ટેકનોલોજી અને વિશેષત: પરમાણું ઉર્જા વિષે પણ બંને નેતાઓ વચ્ચે મંત્રણા થઈ હતી.
રશિયા-ચાયના વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થપાયાની ૭૫મી જયંતિ સમયે બૈજિંગ પહોંચેલા પુતિન સમક્ષ ચીનના નૃત્યો પણ રજૂ કરાયા હતા. સાથે સંગીત અને ગીતમાલા પણ રજૂ કરાઈ હતી.
ચીન-રશિયાની આ નજીકતાથી સચિંત બનેલા અમેરિકાનાં વિદેશ મંત્રાલયના ઉપ પ્રવકતા વેદાંત પટેલે કહ્યું, 'ધી પીપલ્સ રીપબ્લિક ઓફ ચાયના કાન્ટ હેવ ઈસ્ટ કેક એન્ડ ઈટ ઈટ ટૂ (તે બધું મેળવી શકે જ નહીં) તમે બંને બાજુએ રહી શકે જ નહીં એક તરફ તે યુરોપ સાથે સઘન સંબંધો બાંધવા માંગે છે તેમજ અન્ય દેશો સાથે પણ સારા સંબંધો સ્થાપવાની વાત કરે છે. તો બીજી તરફ યુરોપની જ સલામતી સમક્ષ લાંબા સમયથી ભારે ભયાવહ બની રહ્યું છે.' ચીન અંગે માત્ર અમેરિકાનું જ આ વલણ નથી રહ્યું પરંતુ અમારા જી-૭ દેશોના સભ્યોનું પણ આ વલણ રહ્યું છે. 'નાટો'ના અમારા સહભાગી દેશો તેમજ યુરોપીયનના અમારા સહભાગી દેશોનું પણ આ જ વલણ રહ્યું છે.
ટૂંકમાં પુતિનની બૈજિંગ મુલાકાતથી યુએસ સહિત પશ્ચિમી દેશો સચિંત જરૂર છે.