આ દેશની સંસદે આપી 500 રીંછને મોતને ઘાટ ઉતારવાની મંજૂરી, જાણો શું છે કારણ?
Romania Bears Low : રોમાનિયાની સંસદ દ્વારા ચોંકાવનારો કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ દેશમાં 400 રીંછને મારી નાખવાનો આદેશ અપાયો છે. વાસ્તવમાં આ દેશમાં રીંછે હુમલા કર્યા બાદ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જેના કારણે દેશના લોકોએ રોષે ભરાઈ સરકાર પર દબાણ કર્યું હતું. છેવટે લોકોના ગુસ્સાને શાંત પાડવા સરકારે રીંછને મારવાનો આદેશ જાહેર કર્યો છે.
રોમાનિયા બાદ રશિયામાં સૌથી વધુ રીંછ
સરકારે કહ્યું કે, દેશમાં રીંછની સંખ્યા વધુ છે, તેથી તેને મારી જનસંખ્યાને અંકુશમાં લાવી શકાશે. પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા મુજબ રોમાનિયા બાદ રશિયામાં સૌથી વધુ 8000 રીંછ છે.
20 વર્ષમાં રીંછના હુમલામાં 26ના મોત
આ વર્ષની શરૂઆતમાં મંત્રાલયે કહ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં દક્ષિણ અને પૂર્વ યુરોપિયન દેશમાં રીંછના હુમલામાં 26 લોકોના મોત અને 274 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રોમાનિયાના કાર્પેથિયન પર્વતોમાં લોકપ્રિય માર્ગ પર એક યુવાન હાઇકરની હત્યા બાદ વડાપ્રધાન માર્સેલ સિઓલાકુએ સંસદના કટોકટી સત્રમાં હાજરી આપવા માટે સાંસદોની ઉનાળાની રજાઓ રદ કરી તુરંત પરત બોલાવ્યા હતા.
આ પણ વાંચો : ઓમાનમાં મસ્જિદ પાસે આડેધડ ફાયરિંગ, એક ભારતીય સહિત છ લોકોના મોત, 30ને ઈજા
સંસદે 481 રીંછને મારવાની મંજૂરી આપી
ભુરાં રીંછના હુમલામાં યુવકનું મોત થયા બાદ સંસદમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું, ત્યારબાદ સંસદમાં પસાર કરાયેલા કાયદા અનુસાર 2024માં 481 રીંછ મારવાની મંજૂરી અપાઈ છે. રોમાનિયામાં ગત વર્ષે 220 રીંછને મારી નાખવામાં આવ્યા હતા. સાંસદોનું કહેવું છે કે, રીંછની સંખ્યા વધુ હોવાથી હુમલાની ઘટનાઓ વધી છે. તેમનું એવું પણ કહેવું છે કે, આ કાયદો પસાર થવા ભવિષ્યમાં હુમલાની ઘટનાઓમાં ઘટાડો થશે નહીં. બીજી તરફ પર્યાવરણ સંસ્થાઓએ પણ સંસદના નિર્ણયની ટીકા કરી છે.
આ પણ વાંચો : શું ટ્રમ્પ પર ગોળીબાર કરનાર 20 વર્ષનો મેથ્યુ કુકસ રિપબ્લિકન પાર્ટીનો મતદાર હતો ?
પર્યાવરણીય પ્રેમીઓ આ નિર્ણયની વિરુદ્ધ
પશુ પ્રેમીઓ અને પર્યાવરણીય પ્રેમી આ નિર્ણયની વિરુદ્ધ છે. વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડના જીવવિજ્ઞાની કેલિન આર્ડેલાઈને આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ કાયદાથી કોઈ ઉકેલ આવવાનો નથી. સરકારે રીંછની સમસ્યાઓ પર ધ્યાન આપવું પડશે. તેની સાથે નિવારણ અને હસ્તક્ષેપની જરૂર છે. એ પણ જોવાની જરૂર છે કે, રીંછ શા માટે હુમલો કરી રહ્યા છે? તે ભૂતકાળની વાત છે, જ્યારે એક 19 વર્ષનો પર્વતારોહક રીંછના હુમલામાં મૃત્યુ પામ્યો હતો. જે બાદ ફરી દેશમાં તેમની વસ્તી અને હુમલાને લઈને નવો કાયદો બનાવવાની માંગ ઉઠી હતી. રોમાનિયાની સંસદે રીંછને માનવીઓ પરના હુમલાને કારણે મારવા માટે નવો કાયદો પસાર કર્યો છે.
આ પણ વાંચો : ભારતે યુદ્ધ પીડિત પેલેસ્ટાઇનીઓ માટે 2.5 મિલિયન ડોલરની મદદ કરી