દક્ષિણ કોરિયામાં રોબોટની આત્મહત્યા, કામના ભારણથી કંટાળી જતા પગથિયાં પરથી કૂદી ગયો!

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
દક્ષિણ કોરિયામાં રોબોટની આત્મહત્યા, કામના ભારણથી કંટાળી જતા પગથિયાં પરથી કૂદી ગયો! 1 - image


Image Source: Twitter

Robot Commits Suicide In South Korea: વિશ્વભરમાંથી આપઘાતના અનેક મામલા સામે આવે છે. ટેક્નોલોજીના આ યુગમાં આપઘાત કરનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. દેશ પોત-પોતાની રીતે આ સમસ્યાનો સામનો કરવા માટે લોકોની ન માત્ર કાઉન્સેલિંગ કરે છે પરંતુ તેમને દવાઓ દેવારા પણ સારવાર આપે છે. પરંતુ હવે આત્મહત્યાનો એક એવો મામલો સામે આવ્યો છે જેણે તમામને ચોંકાવી દીધા છે. આ પ્રકારનો આ પ્રથમ કેસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મામલો દક્ષિણ કોરિયાથી સામે આવ્યો છે. અહીં એવું કહેવામાં આવી રહ્યું છે કે એક રોબોટે આપઘાત કરી લીધો છે. મધ્ય દક્ષિણ કોરિયામાં નગર પાલિકાએ જાહેરાત કરી છે કે, તે એક કેસની તપાસ કરશે જેમાં રોબોટ ખુદ પગથિયાં પરથી કૂદી ગયો. 

રોબોટ કામના કારણે તણાવમાં હતો

એક અહેવાલ પ્રમાણે આ રોબોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામમાં મદદ કરી રહ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમના એક અધિકારીએ જણાવ્યું કે રોબોટ લગભગ એક વર્ષથી ગુમી શહેરના રહેવાસીઓને વહીવટી કામમાં મદદ કરી રહ્યો છે. તે ગત અઠવાડિયે પગથિયાંની નીચે નિષ્ક્રિય હાલતમાં મળી આવ્યો હતો. એનો અર્થ એ કે, તે એક્ટિવ નહોતો. અધિકારીએ જણાવ્યું કે, પ્રત્યક્ષદર્શીઓએ રોબોટને કૂદી જતાં  પહેલાં આમ-તેમ ફરતા જોયો હતો, જેમ કે કંઈક ગડબડ હોય એમ. ઘટનાની પરિસ્થિતિ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રોબોટ કામના કારણે તણાવમાં હતો.

રોબોટ સવારે 9:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી કામ કરતો હતો

અધિકારીએ આગળ કહ્યું કે, રોબોટના પાર્ટસને એકઠા કરી લેવામાં આવ્યા છે અને તેને ડિઝાઈન કરનાર કંપની તેનું વિશ્લેષણ કરશે.અન્ય એક અધિકારીએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, 'તે ઓફિશિયલી શહેરની મ્યુનિસિપાલિટીનો હિસ્સો હતો અને તે અમારામાંથી જ એક હતો. કેલિફોર્નિયામાં બિયર રોબોટિક્સ દ્વારા વિકસાવવામાં આવેલ આ રોબોટ સવારે 9:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી કામ કરતો હતો અને તેનું પોતાનું પબ્લિક સર્વિસ કાર્ડ પણ હતું. એક માળ સુધી મર્યાદિત અન્ય રોબોટ્સથી વિપરીત તે લિફ્ટ (એલિવેટર)ને બોલાવી શકતો હતો અને અને ફ્લોર્સમાં ઉપર-નીચે સુધી જઈ શકતો હતો. 


Google NewsGoogle News