Get The App

કેનેડાના બે ગેંગસ્ટર્સે ટ્રુડોના આરોપોની પોલ ખોલી, રિપુદમન મર્ડર કેસમાં ગુનો કબૂલ્યો

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
ripudaman-singh-malik


Ripudaman Singh Malik Murder Case : કેનેડામાં સોમવારે બે ગેંગસ્ટર્સ, ટૈન્નર ફૉક્સ અને જોસ પોલેજે જુલાઈ 2022માં રિપુદમન સિંહ મલિકની હત્યાના આરોપમાં પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. આ ખુલાસાએ તે આરોપોની પોલ ખોલી નાખી છે, જે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત વિરૂદ્ધ લગાવ્યા હતા. ટ્રુડોએ કોઈપણ પુરાવા વગર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે ભારત પર આરોપ લગાવવાના પ્રયાસ કર્યા હતા.

રિપુદમન સિંહ મલિક પર 1985ના એર ઈન્ડિયા કનિષ્ક બોમ્બકાંડના આરોપ હતા. તેની હત્યા અને નિજ્જરની હત્યા બંનેને તેની દુશ્મની અને ટ્રુડો સરકાર દ્વારા સમર્થિત ગેંગસ્ટર સંપર્ક સાથે જોડવામાં આવે છે. નિજ્જરની સર્રેના એક ગુરૂદ્વારાના પાર્કિંગમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ટ્રુડોએ ભારત પર કોઈપણ પુરાવા વગર આ હત્યાનો આરોપ લગાવ્યો હતો.

21 ઓક્ટોબરે આરોપીઓએ કબૂલ્યા પોતાના ગુના

કેનેડાની પોલીસે મલિકની હત્યા કેસમાં પણ ભારતની ભૂમિકાની તપાસ કરી. કેનેડિયન મીડિયાએ ગત વર્ષ મે મહિનામાં તેની માહિતી આપી હતી. 21 ઓક્ટોબરે ટૈન્નર ફૉક્સ અને જોસ લોપેજને બ્રિટિશ કોલંબિયા સુપ્રીમ કોર્ટે દોષી ઠેરવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, આ બંને ભારતીય મૂળના નથી અને કેનેડિયન પોલીસનું કહેવું છે કે, તેનો ડાયરેક્ટ ભારતીય રાજદૂતો દ્વારા સંપર્ક કરાયો ન હતો.

આ પણ વાંચો : ભારત સાથે સંબંધ ખરાબ કર્યા બાદ ટ્રુડોની પોતાના જ દેશમાં જુઓ કેવા હાલ થયા! રાજીનામાંની પણ માંગ ઉઠી

મલિકે કર્યા હતા વડાપ્રધાન મોદીના કામના વખાણ

મલિકને કનિષ્ક બોમ્બકાંડમાં પુરાવા ના હોવાના કારણે 2005માં નિર્દોષ જાહેર કરાયો હતો. તેણે વડાપ્રધાન મોદીના કામના વખાણ કરતા એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કરતારપુર કોરિડોર ખોલવા અને 1984ના વિરોધી શીખ રમખાણના કેસમાં ન્યાય અપાવવા માટે આભાર માન્યો હતો. એ માની શકાય છે કે મલિકની ભારત સમર્થક સ્થિતિએ નિજ્જર જેવા ખાલિસ્તાનીઓને નારાજ કર્યા હશે.

શ્રી ગુરૂ ગ્રંથ સાહિબની પ્રિંન્ટિંગને લઈને હતો વિવાદ

રિપોર્ટ્સના અનુસાર, મલિક અને નિજ્જર વચ્ચે શ્રી ગુરૂ ગ્રંથ સાહિબના પ્રિંન્ટિંગના અધિકારોને લઈને વિવાદ હતો. મલિકને કેનેડામાં તેની પ્રિંટિંગનો અધિકાર મળ્યો હતો, જેને નિજ્જર અને બ્રિટિશ કોલંબિયાના એક ગુરૂદ્વારાના પૂર્વ અધ્યક્ષ મોનિંદર સિંહ બોયલને નારાજ કરી દીધા હતા.

આ પણ વાંચો : કેનેડાના રાજદ્વારીએ ઝેર ઓક્યું, કહ્યું - નિજ્જર-પન્નુ પર એક તીરથી નિશાન તાકી રહ્યું હતું ભારત


Google NewsGoogle News