Get The App

આ છે વિશ્વનો સૌથી અમીર કૂતરો, 30 અબજ રૂપિયાનો માલિક, અનેક નોકરો તેની સેવા કરે છે...

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
આ છે વિશ્વનો સૌથી અમીર કૂતરો, 30 અબજ રૂપિયાનો માલિક, અનેક નોકરો તેની સેવા કરે છે... 1 - image


Richest Dog Of The World: તમે વિશ્વના સૌથી અમીર માણસ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે વિશ્વના સૌથી અમીર કૂતરા વિશે સાંભળ્યું છે? તો આજે તમને લક્ઝુરિયસ લાઈફ જીવતા દુનિયાના સૌથી અમીર કૂતરા વિશે જણાવીએ. જર્મન શેફર્ડ પ્રજાતિના આ કૂતરાનું નામ ગંથર VI છે. આ કૂતરા પાસે લગભગ 30 અબજ રૂપિયાની સંપત્તિ છે. તે બહામાસ વિલાનો માલિક છે, જેની માલિક અગાઉ મેડોના હતા. આ સિવાય તે ઘણાં બંગલૉનો માલિક છે અને તેની પાસે એક મોટી યૉટ પણ છે. તેમજ રાત-દિવસ તેની સેવા કરવા નોકર-ચાકર પણ છે. આ ઉપરાંત ગંથર પાસે એક ફૂટબોલ ક્લબ પણ છે.

દુનિયાભરમાં મુસાફરી કરતો રહે છે ગંથર

ગંથર તેના 6 અબજ 81 કરોડ રૂપિયાના ઘરમાં રહે છે જે કેરેબિયન ટાપુઓમાં છે. તે માત્ર BMWમાં જ સવારી કરે છે. આટલું જ નહીં, ગંથરની ટીમે જણાવ્યું છે  કે તે ઘણીવાર લક્ઝુરિયસ ડિનર અને યાટ ટ્રિપ પર જાય છે અને દુનિયાની મુસાફરી કરતો રહે છે. 

આ કૂતરાના નામે કરી સંપતિ

એક અહેવાલ મુજબ, આ કૂતરાની સંપતિ 66 વર્ષના ઇટાલિયન ઉદ્યોગસાહસિક મૌરિઝિયો મિયાન દ્વારા મેનેજ કરવામાં આવે છે. મિયાન ગંથર કોર્પોરેશનના સીઈઓ છે જે આ કૂતરાના મૂળ માલિક દ્વારા આપવામાં આવેલી રૂ. 29.2 અબજની સંપત્તિની દેખરેખ કરી રહ્યા છે. જર્મન કાઉન્ટેસ કાર્લોટા લેબેનસ્ટીને પોતાની તમામ મિલકત કોઈ સંબંધી ન હોવાના કારણે આ કૂતરાના નામે કરી દીધી હતી.

આ છે વિશ્વનો સૌથી અમીર કૂતરો, 30 અબજ રૂપિયાનો માલિક, અનેક નોકરો તેની સેવા કરે છે... 2 - image



Google NewsGoogle News