બલુચોએ બદલો લીધો: પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો, 47ના મોત
- બલુચીસ્તાનનાં બેહમત વિસ્તારમાં 13 વાહનોનો કાફલો કરાચીથી તુર્બત શહેર જઈ રહ્યો હતો
પાકિસ્તાન બલુચિસ્તાન પ્રાંતમાં બલુચ લિબરેશન આર્મી (બીએલઓ)એ ભારે આત્મઘાતી હુમલો કરી કરાચીથી તુર્બત જઈ રહેલા લશ્કરના 13 વાહનોના કાફલામાં રહેલા સૈનિકો પૈકી 47 ના જીવ લીધા છે અને 30 થી વધુને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.
છેલ્લા કેટલાએ વર્ષોથી બલુચિસ્તાનમાં આઝાદી આંદોલન જોર પકડી રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ બલુચિસ્તાનમાં આવેલા બંદરને વિકસાવવા આવેલા ચીનાઓ ઉપર તો બલુચો ખારે બળે છે.
આ અંગે બલુચ લિબરેશન આર્મીએ જણાવ્યું હતું કે, જયાં સુધી આઝાદી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
આ હુમલો કરનાર તુર્બતમાં જ જન્મેલું ફિદાયી અંગત-બહાર અલિ નામનું જૂથ હતું. તે બલુચ લિબરેશન આર્મી સાથે જોડાઈ બલુચિસ્તાનમાં પહાડી વિસ્તારમાં તો તેમની કાર્યવાહી કરે જ છે. પરંતુ હવે તો શહેરી વિસ્તારોમાં પણ તેઓએ મથકો સ્થાપ્યા છે.
આ એક ખતરનાક અને ઝનૂની જૂથ છે. હજી સુધી પાકિસ્તાની સેના તેનાં આધુનિક શસ્ત્રો પણ ખતમ કરી શકી નથી. તેનું એક કારણ પ્રજાનું પીઠબળ છે.
બીએલએ દ્વારા જાસૂસી તંત્ર પણ ચલાવાય છે. જેને જીરાબ કહે છે. તેણે જ કરાચીથી તે કાફલો ઉપડયો તેવી માહિતી બીએલઓને પહોંચાડી હતી અને ફીદાયીએ કાર્યવાહી કરી હતી.