23 વર્ષની વયે જ નિવૃત્ત, હવે લાઈફ ટાઇમ મળશે પેન્શન, જાણો આ રશિયન યુવકની સફળતા વિશે
Image: Freepik
Russian Youth Retirement: નિવૃત્તિને વૃદ્ધાવસ્થા સાથે જોડીને જોવામાં આવે છે. અમુક અપવાદો સિવાય મોટાભાગના વ્યવસાયોમાં સામાન્યરીતે સેવાનિવૃત્ત થવાની ઉંમર 50 બાદ 55,58,60 અને 65 સુધી નક્કી હોય છે. દરમિયાન કોઈ વ્યક્તિ 40ની ઉંમરે નિવૃત્ત થાય છે તો તેને નસીબદાર માનવામાં આવે છે. આ સૌની વચ્ચે એક મામલો એવો પણ આવ્યો છે, જ્યાં માત્ર 23 વર્ષની ઉંમરમાં એક વ્યક્તિને નિવૃત્તિ મળી ગઈ. હવે તેને સમગ્ર જીવન પેન્શન મળતું રહેશે. આવું રશિયાના એક યુવક સાથે થયું છે.
રશિયાના આ યુવકને 23ની ઉંમરમાં મળી ગઈ નિવૃત્તિ
રશિયન યુવાને કંઈક એવું કરવામાં સફળતા મેળવી જેના વિશે આપણામાંથી મોટાભાગના લોકો માત્ર સ્વપ્ન જ જોઈ શકે છે. 23 વર્ષની ઉંમરે જ સમગ્ર પેન્શન સાથે નિવૃત્ત થવાનું. 16 વર્ષની ઉંમરે પાવેલ સ્ટેપચેંકો રશિયાના આંતરિક મામલાના મંત્રાલયના સ્કુલમાં વિદ્યાર્થી તરીકે સામેલ થયો અને 23 વર્ષની ઉંમર સુધી સેવાનિવૃત્ત થઈ ચૂક્યો હતો અને દેશનો સૌથી યુવાન પેન્શનર બની ગયો.
16 વર્ષની ઉંમરે શરૂ કર્યું હતું કામ
રશિયાના પાવેલ સ્ટેપચેંકોની કહાની આવી જ છે. તેણે 16 વર્ષની ઉંમરમાં રશિયન આંતરિક મામલાના મંત્રાલયના શૈક્ષણિક સંસ્થામાં એડમિશન લીધું અને પાંચ વર્ષના અભ્યાસ બાદ તેણે આંતરિક મામલાની સિસ્ટમના ક્ષેત્રીય વિભાગમાં કામ કરવાનું શરૂ કરી દીધું.
આ પણ વાંચો: લંડનનું હીથ્રો એરપોર્ટ 24 કલાક માટે બંધ, પાવર સબસ્ટેશનમાં અચાનક આગ લાગી
હવે આખી જિંદગી મળશે પેન્શન
ડોનેટ્સ્કના આ યુવકે ત્યાં માત્ર બે વર્ષ કામ કર્યું કેમ કે 23 વર્ષની ઉંમરે તે સત્તાવાર સેવાનિવૃત્ત થઈ ગયો. એક ખાસ જોગવાઈનો પૂરો ફાયદો ઉઠાવતાં માર્શલ લો ના સમયગાળા દરમિયાન સેવાના દર મહિના માટે એક વ્યક્તિને ત્રણ મહિનાની સેવાનો સમયગાળો મળે છે. 28 નવેમ્બર 2023એ તે સમયના રશિયન સંઘના કાયદા અનુસાર પાવેલ સ્ટેપચેંકોએ સેવાનિવૃત્તિ માટે અરજી કરી અને તેને સેવાના સમયગાળા માટે પૂર્ણ પેન્શન આપવામાં આવ્યું.
રશિયાની રેકોર્ડ બુકમાં સામેલ થયું નામ
આ અસામાન્ય રેકોર્ડની સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય રેકોર્ડ રજિસ્ટ્રેશન એજન્સી ઈન્ટરરેકોર્ડના નિષ્ણાતો દ્વારા પુષ્ટિ કરવામાં આવી અને આને રશિયાના રેકોર્ડના રજિસ્ટરમાં નોંધવામાં આવ્યું. ઉત્કૃષ્ટ સિદ્ધિઓનું રાષ્ટ્રીય રજિસ્ટ્રર જેને રશિયાની રેકોર્ડ બુક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા લોકો માટે સ્ટેપચેંકોની સમય પહેલા સેવાનિવૃત્તિ એક વિસંગતિથી વધુ કંઈ નથી પરંતુ રાજ્ય-નિયંત્રિત રશિયન મીડિયા અનુસાર આ રશિયામાં સામાજિક સુરક્ષા સિસ્ટમનું લચીલાપણું અને ક્ષમતાઓનું પ્રમાણ છે.